News of Wednesday, 13th June 2018

જીઇબીના સેંકડો કોન્ટ્રાકટરો આંદોલનના માર્ગેઃ એમડીને આવેદન અપાયું: ૧પમીએ ધરણાઃ ૧૮મીથી બે મૂદતી હડતાલ

આંદોલન કચ્છથી શરૂ થયું: લેબરનો મૂખ્ય પ્રશ્ન : પ વર્ષથી એકજ ભાવ નહિ ચલાવાય... : જીઇબીના અધિકારીઓ કહે છે : ૧૦ ટકા તો ભાવ વધારો આપ્યોઃ SOR માં પણ ફેરફાર કરાયો છેઃ ચાલૂ ટેન્ડરે ભાવ વધારો ન આપી શકાય...

પીજીવીસીએલના રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છના હજારો કોન્ટ્રાકટરો આંદોલનના માર્ગે આવી ગયા છે, તસ્વીરમાં લક્ષ્મીનગર ખાતે મૂખ્ય કચેરી સામે દેખાવો કર્યા બાદ એમડી શ્રી ભાવિન પંડયાને ભાવ વધારા પ્રશને રજુઆતો કરાઇ તે નજરે પડે છ.ે(તસ્વીર : અશોક  બગથરીયા)

રાજકોટ તા. ૧૩ : આજથી પીજીવીસીએલ એટલે કે વીજતંત્રના રાજકોટ સહિત સૌરાષ્ટર-કચ્છના સેંકડો-હજારો લેબર કોન્ટ્રાકટરો-કોન્ટ્રાકટરો આંદોલનના માર્ગે આવી ગયા છે, કચ્છથી શરૂ થયેલુ આ આંદોલન રાજકોટમાં પણ ઉખળ્યું છે, આજે સૌરાષ્ટ્રભરમાં દેખાવો યોજાયા હતા, એમડી શ્રી ભાવિન પંડયાને લેખીતમાં રજુઆતો કરાઇ હતી અને ૧મીએ રાજકોટ ઉપરાંત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ધરણા-દેખાવો તથા ૧૮મીથી બે મુદતી હડતાલનું એલાનની જાહેરાત કરાઇ છે.

જો આ કોન્ટ્રાકટરો કામ બંધ કરી દેશે તો જીઇબીના મહત્વના તમામ કામો અટકી પડે તેવી સ્થિતિ ઉદ્દભવશે, આ બધા કોન્ટ્રાકટરો લાઇનના, ટ્રાન્સફોર્મરના, લેબર વર્કના હોવાનું બહાર આવ્યું છ.ે

આ લોકોનું કહેવું છે કે, અમારો મુખ્ય પ્રશ્ન લેબરનો છે, પ વર્ષથી ભાવ વધારો વીજતંત્રે આપ્યો નથી, પેટ્રોલ-ડીઝલના ભાવો આસમાને ગયા, ટ્રાન્સર્પોેશેન ખર્ચ વધ્યો છે છતા વીજતંત્ર ભાવ વધારો આપતુ નથી, આથી હવે આ ભાવમાં કામ પોસાય તેમ ન હોય, અમે ના છૂટકે આંદોલનનો સહારો લીધો છે.

બીજી બાજુ જીઇબીની હાઇ લેવલ અધીકારીઓએ એવું ઉમેર્યું હું કે, ૧૦ ટકાનો ભાવ વધારો આપ્યો છે, જીબી ટેન્કર પ્રક્રિયા શરૂ થવાને હજુ વાર છે, વચ્ચે કઇ રીતે ભાવ વધારો આપવો, તેમજ એસઓઆરનો પ્રશ્ન અંગે પણ નિણર્ય લીધો છે, નવા ટેન્ડરમાં ભાવ-ઉંચા-નીચા તો કોઇ પણ ભરી શકે, આંદોલનએ વ્યાજબી વાત નથી. આજે લક્ષ્મીનગર મૂખ્ય વીજ મથકે રપ૦ થી ૩૦૦ કોન્ટ્રાકટરો એકઠા થયા હતા, કામગીરી બંધ કરી દિધી હતી.અને એમડી શ્રી ભાવિન પંડયાને લેખીતમાં વિસ્તૃત રજુઆતો કરાઇ હતી.(૬.ર૦)

(3:48 pm IST)
  • ગૌરી લંકેશના શંકાસ્પદ હત્યારાઓના હિટલિસ્ટમાં બીજા અનેક લોકોના નામ હોવાનું ખુલ્યું : એસઆઇટીના સુત્રોએ કહ્યું કે,હિટલિસ્ટમાં ગિરીશ કર્નાડ ઉપરાંત જ્ઞાનપીઠ પુરસ્કાર વિજેતા નેતા, સાહિત્યાકર બીટી લલિતા નાઇક, નિદુમામિડી મઠના પ્રમુખ વીરભદ્ર ચન્નામલ્લા સ્વામી અને બુદ્ધિજીવી સીએસ દ્વારકાનાથનો સમાવેશ access_time 12:55 am IST

  • અમરેલી જિલ્લા પોલીસ બેડામાં ધરખમ ફેરફાર : જિલ્લાના 18 પોલીસ અધિકારીઓની અરસપરસ બદલી : અન્ય 28 પોલીસ કર્મીઓને એલસીબી, એસઓજી, પેરોલ્ફલો સ્કોવ્ડ્માં નિમણૂકના હુકમો કરતા એસપી શ્રી નિર્લિપ્ત રાય : ધારી સીપીઆઈના શ્રી પી.વી.જાડેજાને સાવરકુંડલા ટાઉન પીઆઇની ફરજ સોંપાઈ access_time 11:00 pm IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST