Gujarati News

Gujarati News

News of Wednesday, 13th June 2018

પારડી પાસે બાઇક સામ-સામે અથડાતાં ત્રણ વર્ષના બાળકનું મોતઃ પિતાને ઇજા

મુળ બિહારનો મુન્ના યાદવ મિત્ર મુકેશ અને પુત્ર યુવરાજ સાથે શાપરથી કોઠારીયા સોલવન્ટ આવતો હતો ત્યારે બનાવ

રાજકોટ તા. ૧૩: ગોંડલ રોડ પર પારડી પાસે બે બાઇક સામ-સામે અથડાતાં કોઠારીયા સોલવન્ટમાં રહેતાં બિહારી યુવાન, તેનો ત્રણ વર્ષનો પુત્ર અને મિત્ર ફંગોળાઇ જતાં ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. પરંતુ અહિ માસુમ બાળકનું મોત નિપજ્યું હતું.

જાણવા મળ્યા મુજબ કોઠારીયા સોલવન્ટ ત્રણ માળીયા કવાર્ટરમાં રહેતો અને કારખાનામાં કામ કરતો મુન્નાભાઇ રામનાયક યાદવ (ઉ.૨૬) ગઇકાલે પોતાના બાઇકમાં મિત્ર મુકેશ સુભાષભાઇ રાય (ઉ.૨૪) અને પુત્ર યુવરાજ (ઉ.૩)ને બેસાડી કામ સબબ શાપર વેરાવળ ગયો હતો. ત્યાંથી સાંજે ત્રણેય પરત આવી રહ્યા હતાં ત્યારે પારડી નજીક લાઇફ હોસ્પિટલ પાસે સામેથી બીજુ બાઇક આવતાં તેની સાથે અકસ્માત સર્જાતા  ત્રણેય રોડ પર ફેંકાઇ જતાં ઇજા થતાં રાજકોટ સારવાર માટે ખસેડાયા હતાં. જેમાં માસુમ યુવરાજનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ હતી.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ હરેશભાઇ રત્નોતર અને ધીરેનભાઇ ગઢવીએ કાગળો કરી શાપર પોલીસને જાણ કરી હતી.

(11:23 am IST)
  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • રીચર્ડ હેડલીને કેન્સર, ઓપરેશન કરાયુ : ન્યુઝીલેન્ડના પૂર્વ ક્રિકેટર રીચર્ડ હેડલીને કેન્સર, તબીબો દ્વારા ટ્યુમરનું ઓપરેશન કરવામાં આવ્યુ : ૬૬ વર્ષના હેડલીને કીમોથેરાપી કરવામાં આવશે. ૪૦૦ વિકેટ લેનાર પ્રથમ બોલર બનેલા : ૧૯૯૦માં ક્રિકેટમાંથી નિવૃતિ લીધી હતી access_time 3:38 pm IST

  • ભાજપના સાંસદ શત્રુઘ્નસિંહા આરજેડીની ઈફ્તાર પાર્ટીમાં પહોંચ્યા ;તેજસ્વી યાદવે પહેરાવી ટોપી : ભાજપની સહયોગી જેડીયુ દ્વારા પણ ઈફ્તાર પાર્ટી રાખી હતી પરંતુ શોટગન શત્રુઘ્નસિંહા આજે તેજસ્વી યાદવની ઈફ્તાર પાર્ટીમાં સામેલ થતા રાજકીય અટકળ શરૂ access_time 1:02 am IST