Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

રાહદારીના મોબાઇલ લૂંટના ગુન્‍હામાં પકડાયેલ આરોપીની જામીન અરજી રદ

રાજકોટ તા. ૧૩ : રાહદારીઓના મોબાઇલ ઝૂટવી લેનાર આરોપીની જામીન અરજી રદ કરવાનો સેસન્‍સ કોર્ટે હુકમ કર્યો હતો.
ગતા તા.૩/૧ર/ર૧ ના રોજ પંચશીલ મેઇન રોડ ઉપર પસાર થઇ રેહલ મહીલાનો મોબાઇલ ફોન હાથમાંથી ઝૂટવી મોટર સાયકલ લઇને શેરીમાંથી ભાગવાની કાોશીષ કરતા શેરી બંધ હોવાથી મોટર સાયકલ ત્‍યા મુકી ભાગી ગયેલ આરોપી કિશન ઉર્ફેડાડો ભરતભાઇ ડોડીયા રહે. આંબેડકરનગર વાળાની પોલીસે ધરપકડ કરી જેલ હવાલે કરેલ હતો.
જેલમાંથી આરોપીએ જામીન ઉપર છુટવા જામીન અરજી કરતા સરકારે તરફે સરકારી વકીલ હાજર રહેલ અને જામીન અરજીનો વિરોધ કરતા રજુઆત કરેલ કે રસ્‍તે જતા રાહદારીને આવા આરોપીઓ અવાર નવાર મોબાઇલ, ચેન વિગેરે જેવી કીમતી વસ્‍તુઓની ચીલઝડપ કરતા હોય છે અને કયારેક લોકોની જીંદગી પણ જોખમમાં મુકી દેતા હોય છે તેથી આવા આરોપી ને જામીન આપવા જોઇએ નહી તેવી રજુઆત કરેલ તેને ધ્‍યાને લઇ સેસન્‍સ જજશ્રી  યુ.ટી.દેશાઇએ જામીન અરજી રદ કરેલ છે. આ કામમાં સરકાર તરફે સરકારી વકીલ મુકેશભાઇ પીપળીયા રોકાયેલ હતા

 

(4:23 pm IST)