Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

રાજકોટના હડાળા ગામના આપઘાતના કેસમાં પકડાયેલ આરોપીનો નિર્દોષ છુટકારો

રાજકોટ તા. ૧૩ : રાજકોટના હડાળા ગામે કરવામાં આવેલ આપઘાતના કેસમાં અદાલતે આરોપીનો નિર્દોષ છુટકારો ફરમાવેલ છે.
રાજકોટમાં રહેતા નિતુબેન રમેશભાઇ ધરજીયાએ મહીલા પોલીસ સ્‍ટેશન, રાજકોટમાં તા.૮/૧૦/ર૦૧૭ ના રોજ ફરીયાદ નોંધાવેલ હતી. અને જેમાંજણાવેલ કે તેઓની પુત્રી છેલ્લા એક વર્ષથી મહેન્‍દ્ર ઉર્ફે લાલજીભાઇ માળી સાથે પ્રેમસંબંધ થતા તેઓ બંને મૌખીક સમજુતીથી  ઘરમેળે લગ્ન કરીને સાથે રહેતા હતા અને સાતેક માસ તેઓના ઘરે ઉપરની બાજુએ રહેતા હતા અને ત્‍યારબાદ ત્‍યાંથી આશરે બે માસ જેટલો સમય હડાળા ગામે ભાડે રહેવા ગયેલ હતા. આ દરમ્‍યાન આ મહેન્‍દ્ર ઉર્ફે મેંદો અને તેઓની પુત્રી વચ્‍ચે નાની નાની બાબતોમાં ઝઘડાઓ થતા અને મહેન્‍દ્ર તેઓની પુત્રીને શારીરીક તથા માનસીક ત્રાસ આપતો હતો જેના કારણે તેઓની પુત્રીએ હડાળા ખાતે ગળાફાંસો ખાઇ લીધેલ હતો જે મતલબની ફરીયાદ ફરીયાદીએ નોંધાવેલી હતી જે બનાવ સંબંધે મહીલા પોલીસ સ્‍ટેશન દ્વારા આઇ.પી.સી.કલમ ૩૦૬, ૪૯૮ (ક) મુજબની ફરીયાદ નોંધવામાં આવેલ હતી અને જેથી આપઘાત કરવાના દુષ્‍સપ્રેરણ કરવાનો ગુન્‍હો નોંધાયેલ હતો.
ઉપરોકત પુરાવા અને સાક્ષીઓની જુબાની પુર્ણ થયા બાદ બચાવપક્ષે રજુઆત કરેલી હતી કે ઉપરોકત કેસમાં કોઇ નજરે જોનાર સાહેદ નથી તેમજ આઠ દિવસ મોડી ફરીયાદ આપવામાં આવેલી છે અને મોડી ફરીયાદ આપવાનો કોઇ ખુલાસો ફરીયાદમાં કરવામાં આવેલ નથી અને આરોપીને ઉપરોકત કેસ સાથે સાંકળતો કોઇ પુરાવો તપાસ કરનાર અધિકારી દ્વારા ચાર્જશીટમાં રજુ કરવામાં આવેલ નથી તેમજ સાંયોગીક પુરાવાનો કેસ છે.
આમ ઉપરોરકત સંજોગોમાં રજુ થયેલ દસ્‍તાવેજી પુરાવાઓ અને સાહેદોની જુબાની તથા બચાવપક્ષની દલીલો અને રજુ થયેલ કાયદાકીય આધારો ધ્‍યાને લઇ રાજકોટના એડી.સેશન્‍સ જજશ્રીએ તમામ આરોપીઓને સદરહું કેસમાં છોડી મુકવા હુકમ કરેલ છ.ે
આ કામમાં બચાવપક્ષે ભગીરથસિંહ ડોડીયા, ખોડુભા સાકરીયા, જયવીર બારૈયા મીલન જોષી, જયપાલસિંહ સોલંકી, દીપ વ્‍યાસ, રવિરાજસિંહ જાડેજા, સાગર પરમાર વિગેરે એડવોકેટ તરીકે રોકાયેલ હતા.

 

(4:23 pm IST)