Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

કાલે શ્રી રાજપૂત કરણી સેનાની ભવ્ય એકતા યાત્રા રાજકોટના રાજમાર્ગો ઉપર ફરી વળશે

છવાશે કેસરીયો માહોલ : ક્ષત્રિયભાઇઓને પાઘડી-સાફા-રજવાડી પોષાકમાં ઉમટી પડવા અપીલ

રાજકોટ, તા., ૧૩: દેશના સૌથી મોટા રાષ્ટ્રવાદી સામાજીક સંગઠન શ્રી રાજપુત કરણી સેનાની ૧૬ દિવસની ગુજરાત પરિભ્રમણ એકતા યાત્રા કરણી રથ આજે  શુક્રવારે સાંજે રતનપર આવી પહોંચશે જયાં રાત્રે ભવ્ય લોકડાયરો અને તા.૧૪-પ-ર૦રર શનિવારે સવારે યાત્રાનું રાજકોટમાં આગમન જશે. રાજકોટ ૧પ૦ રીંગ રોડ પરથી પસાર થનાર આ યાત્રા કરણી રથનું માધાપર ચોકડીએથી ગોંડલ રોડ ચોકડી સુધી રાજકીય પક્ષો તેમજ વિવિધ સામાજીક સંસ્થાઓ, સંગઠનો દ્વારા ઠેર ઠેર સ્વાગત અને હરખભેર વધામણા થશે.

ગુજરાતના સ્થાપના દિવસે ૧ લી મેના રોજ કચ્છ માતાના મઢથી માતાજીની જયોત સાથે એકતા યાત્રાનો આરંભ થયો હતો. રાજયભરમાં અંદાજે ૧,૯૦૦ કિલોમીટરથી પણ વધુ પરીભ્રમણ કરનાર આ એકતા યાત્રા તા.૧૬-પ-ર૦રરના રોજ સોમનાથ ખાતે પહોંચશે. કચ્છ માતાજી તેમજ અંબાજી માતાજીના દ્વારે થઇ ઉતર ગુજરાત, ભાવનગર, ઘોલેરા, સુરેન્દ્રનગર, સુરજ દેવળ અને મોરબી જીલ્લામાં થઇને આવતીકાલે તા.૧૩ના શુક્રવારે સાંજે મોરબી રોડ પરના રતનપર રામ મંીદર ખાતે પહોંચશે. જયાં રાજકોટ જિલ્લાભરની કરણસેના હોદ્દેદારો, ક્ષત્રિય સમાજની સંસ્થાઓ આગેવાનો દ્વારા સન્માન કરાશે. રાત્રે ખ્યાતનામ લોક કલાકાર રાજભા ગઢવી, ધીરૃભાઇ સરવૈયા અને શેખરદાન ગઢવી સહિત અન્ય નામી કલાકારોને ભવ્ય લોકડાયરો આયોજીત કરાયો છે. જેમાં ક્ષત્રિય ધર્મ, હિન્દુત્વ, ભગવા રંગના ગુણગાન અને ઇતિહાસની ધરોહરને ઉજાગર કરાશે. બીજા દિવસે શનિવારે સવારના ૯.૩૦ વાગ્યાના સમયે રતનપરથી એકત્રા યાત્રા કરણી રથનું અંદાજે પ૦૦ થી વધુ કારો, જીપો, ટુ-વ્હીલરો, અશ્વ સવારો સાથે રાજકોટમાં આગમન થશે. માધાપર ચોકડીએ સવારે ૧૦.૧પ કલાકે પહોંચશે. માધાપર ચોકડીથી ગોંડલ રોડ ચોકડી સુધીના રૃટ પરથી પસાર થનાર આ યાત્રાનું અલગ અલગ પોઇન્ટ ઉભા કરી રાજકીય સંગઠનો, સંતો-મહંતો, આગેવાનો વિવિધ સમાજ સંગઠનો, સંસ્થાઓ દ્વારા કુમ કૂમ તિલક, ફુલહાર, ઢોલ નગારા, ડી.જે.ની ધૂન કેસરીયા માહોલ સાથે અલગ અલગ રીતે સ્વાગત માહોલ સાથે હિન્દુતત્વની એકતા સમી આ યાત્રાનું ભવ્ય સ્વાગત કરાશે.

આ યાત્રાને સફળ બનાવવા ગુજરાત રાજપુત કરણીસેના પ્રમુખ જે.પી. જાડેજા, પ્રભારી ભરતભાઇ કાઠી, પ્રદેશ સંરક્ષક મેરૃભા જાડેજા, પ્રદેશ ઉપાધ્યક્ષ વીરભદ્રસિંહ જાડેજા, પ્રદેશ સચિવ કુલદીપસિંહ જાડેજા, ઉપાધ્યક્ષ ધર્મેન્દ્રસિંહ રાણા, પૃથ્વીસિંહ પરમાર, સૌરાષ્ટ્ર પ્રમુખ કૃષ્ણસિંહ જાડેજા, રાજકોટ જિલ્લા અધ્યક્ષ જયકિશનસિંહ ઝાલા, શહેર અધ્યક્ષ તીર્થરાજસિંહ ગોહીલ, શહેર પ્રભારી ભરતસિંહ જાડેજા, સત્યેન્દ્રભાઇ ખાચર, શીવરાજભાઇ ખાચર, રાજદીપસિંહ જાડેજા, રાજાભાઇ વાવડી, સતુભા જાડેજા, જગદીશભાઇ જાડેજા, માણસુરભાઇ વાળા, ગજુભા જાડેજા, ઉપેન્દ્રસિંહ ઝાલા, બલભદ્રસિંહ જાડેજા, યુવરાજસિંહ ઝાલા, સત્યજીતસિંહ જાડેજા, વનરાજસિંહ ઝાલા, ભુપેન્દ્રસિંહ ઝાલા, પ્રદિપસિંહ જાડેજા, યોગરાજસિંહ જાડેજા, જશુભાઇ જાડેજા, પ્રયાગરાજસિંહ જાડેજા, મયુરસિંહ જાડેજા, વિરેન્દ્રસિંહ ઝાલા, દશરથસિંહ જાડેજા સહિતનાઓએ જહેમત ઉઠાવી રહેલ છે. (૯.૧૪)

એકતા યાત્રાનો રૃટ

- રતનપરથી પ્રસ્થાન સવારે ૯ કલાકે

- ગવરીદડ ૯.૩૦ કલાકે

- માર્કેટયાર્ડ ૯.૪પ કલાકે

- બેડી ગામ ૧૦.૦૦ કલાકે

- રેલનગર ૧૦.૧પ કલાકે

- માધાપર ચોકડી ૧૦.૩૦ કલાક

- સિનર્જી હોસ્પિટલ

   ચોક    ૧૦.૩પ કલાક

- શીતલપાર્ક ૧૦.૪પ કલાક

- રામપીર ચોકડી ૧૦.પ૦ કલાક

-ઇન્દીરા સર્કલ ૧૧.૧૦ કલાક

- કે.કે.વી હોલ ૧૧.૧પ કલાક

- પટેલ ટીંમ્બર ગ્રાઉન્ડ ૧૧.ર૦ કલાક

- અમીન માર્ગ ૧૧.રપ કલાક

- અમૃત સાગર

  પાર્ટી પ્લોટ ૧૧.૪૦ કલાક

- બીગબજાર ૧૧.૪પ કલાક

- મવડી ચોકડી ૧ર.૦૦ કલાક

- રાધે ચોક ૧ર.૧૦ કલાક

- ગોવર્ધન ચોક ૧ર.૧પ કલાક

- ઉર્મિયા ચોક ૧ર.ર૦ કલાક

- પુનિતનગર ૧ર.૩૦ કલાક

- ગોંડલ ચોકડી ૧ર.૪પ કલાક

- કોઠારીયા સોલ્વન્ટ બપોરે

            ૧.૦૦ કલાકે 

(3:33 pm IST)