Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

RMCમાં ભૂપેન્‍દ્રભાઇનું રેડ કાર્પેટ સ્‍વાગત : ફુલોની વર્ષા

બેન્‍ડની સુરાવલી સાથે બાળાઓએ કુમકુમ તિલક કરી આવકાર્યા : પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઇ, મંત્રી જીતુભાઇ વાઘાણી તથા અરવિંદ રૈયાણી તેમજ ધારાસભ્‍યો - કોર્પોરેટરો અને હોદ્દેદારો ઉપસ્‍થિત રહ્યા

રાજકોટ તા. ૧૩ : આજ તા.૧૩ને શુક્રવારના રોજ મુખ્‍યમંત્રીશ્રી ભુપેન્‍દ્રભાઈ પટેલના મહાનગરપાલિકાની કચેરીમાં આગમન અવસરે પદાધિકારીઓ, શહેર સંગઠનના હોદેદારો, મ્‍યુનિસિપલ કમિશ્નર સહિતના હોદેદારો તથા  મહાનગરપાલિકાના કર્મચારી, યુનિયનના હોદેદારો દ્વારા પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી સ્‍વાગત કરેલ. ત્‍યારબાદ બાળાઓએ કુમકુમ તિલક કરેલ.

ત્‍યારબાદ મેયર ડો.પ્રદિપ ડવની કચેરીમાં ભૂપેન્‍દ્રભાઇ તેમજ પૂર્વ મુખ્‍યમંત્રી વિજયભાઈ રૂપાણી, રાજકોટના પ્રભારી મંત્રી અને શિક્ષણ સમિતિના મંત્રી જીતુભાઈ વાઘાણી, વાહન વ્‍યવહાર મંત્રીશ્રી અરવિંદભાઈ રૈયાણી, મંત્રીશ્રીઓને કઠોળના પેકેટ તેમજ પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી સ્‍વાગત કરેલ.

આ ઉપરાંત સાંસદ સભ્‍ય મોહનભાઈ કુંડારિયા, રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર ભાજપ પ્રમુખ કમલેશભાઈ મીરાણી, ધારાસભ્‍ય ગોવિંદભાઈ પટેલ, લાખાભાઈ સાગઠીયા, ગુજરાત પ્રદેશ ભાજપ મંત્રી બિનાબેન આચાર્ય, પ્રદેશ બક્ષીપંચ મોરચાના ઉદયભાઈ કાનગડ, સ્‍ટેન્‍ડીંગ કમીટી ચેરમેન પુષ્‍કરભાઈ પટેલ, શહેર ભાજપ મહામંત્રી કિશોરભાઈ રાઠોડ, શાસકપક્ષ નેતા વિનુભાઈ ઘવા વગેરેએ મુખ્‍યમંત્રીશ્રીને પુષ્‍પગુચ્‍છ અર્પણ કરી સ્‍વાગત કરેલ.

ત્‍યારબાદ ભૂપેન્‍દ્રભાઇ તથા તમામ મહાનુભાવોનું કોન્‍ફરન્‍સ રૂમ ખાતે જતા મેયરની કચેરીથી કોન્‍ફરન્‍સ હોલ સુધીની લોબીમાં રેડ કાર્પેટ પર કોર્પોરેટર ભાઈઓ તથા બહેનો તેમજ કર્મચારી બહેનો દ્વારા પુષ્‍પવર્ષા અને તાલીઓના ગડગડાટ સાથે અનોખુ સ્‍વાગત કરેલ. (તસ્‍વીર : સંદિપ બગથરીયા)

(3:12 pm IST)