Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

ધો.૧૨ સાયન્‍સમાં ઉત્‍કર્ષ સ્‍કૂલની શ્રેષ્‍ઠ રીઝલ્‍ટની પરંપરા

ધો.૧૨ સાયન્‍સના રીઝલ્‍ટમાં શ્રેષ્‍ઠ પરિણામોની હારમાળા થકી વિજયઘોષ કરતા ઉત્‍કર્ષ સ્‍કૂલના તેજસ્‍વી વિદ્યાર્થી

અકિલા કાર્યાલય ખાતે ઉત્‍કર્ષ સ્‍કૂલના તેજસ્‍વી તારલાઓ અને શિક્ષકો નજરે પડે છે.(તસ્‍વીરઃ અશોક બગથરીયા)
રાજકોટ,તા.૧૩: ગઈકાલે  ધો.૧૨ સાયન્‍સના પરિણામમાં ઉત્‍કર્ષ સ્‍કૂલ ઓફ એકસલન્‍સના વિદ્યાર્થીઓએ દરવખતની જેમ સફળતાની હારમાળા સર્જેલ છે અને ઉત્‍કૃષ્‍ટ પરિણામની ઉત્‍કર્ષની સફળતાની પરંપરા જાળવી રાખેલ છે.
શાળાના વિદ્યાર્થી થોભાણી જીશાને ફીઝીકસ વિષયમાં ૯૫, કેમેસ્‍ટ્રીમાં ૯૩ અને મેથ્‍સમાં ૯૩ માર્કસ મેળવી કુલ ૩૦૦ માંથી ૨૮૧ માર્કસ સાથે ૯૮.૬૭% અને ૯૯.૯૨ પીઆર સાથે A1 ગ્રેડ મેળવી સમગ્ર બોર્ડમાં આઠમું સ્‍થાન અને રાજકોટના અંગ્રેજી માધ્‍યમના A1 ગ્રેડ ધરાવતા માત્ર પાંચ વિદ્યાર્થીઓમાં પોતાનું સ્‍થાન મેળવેલ છે. આ સાથે ગુજકેટમાં પણ ૧૨૦ માંથી ૧૦૯ માર્કસ મેળવી ભારતની નામાંકિત યુનિવર્સિટી અને ગુજરાત રાજયની પ્રથમ ક્રમાંકિત કોલેજ ધીરૂભાઈ અંબાણીમાં પ્રવેશ મેળવવા પોતાની દાવેદારી મજબૂત કરેલ છે.
ઉપરાંત શાળાના અન્‍ય વિદ્યાર્થી સિદ્ધપરા મલયે ફિઝિકસમાં ૧૦૦ માંથી ૯૫ કેમેસ્‍ટ્રીમાં ૧૦૦માંથી ૯૭ અને મેથ્‍સમાં ૧૦૦ માંથી ૯૭ માર્કસ મેળવી ૩૦૦ માંથી ૨૮૯ માર્કસ સાથે ૯૬.૩૩% અને ૯૯.૮૯ પીઆર સાથે બોર્ડમાં ૧૧મોક્રમ તથા ગુજકેટમાં ૧૨૦માંથી ૧૧૨ માર્કસ મેળવી તેણે પણ ધીરૂભાઈ અંબાણી કોલેજમાં પોતાનો પ્રવેશ નિヘતિ કરાવેલ છે.
 ઉપરાંત  શાળાના અન્‍ય વિદ્યાર્થી બોસમીયા હર્ષે ૩૦૦ માંથી ૨૮૫ માર્કસ, ૯૫% અને ૯૯.૬૪ પીઆર  તેમજ ગુજકેટમાં ૧૧૨.૫ માર્કસ, શિંગાળા કેવીને ૩૦૦માંથી ૨૮૨માર્કસ, ૯૪% અને ૯૯.૪૪ પીઆર સાથે ગુજકેટમાં ૧૦૬.૭૫ માર્કસ, રૂપાપરા પ્રીતે ૩૦૦ માંથી ૨૭૭  માર્કસ, ૯૨.૩૩ ટકા અને ૯૮.૮૫ પીઆર સાથે ગુજકેટમાં ૯૭.૫ માર્કસ, ધોળકિયા આર્ચીએ ૩૦૦ માંથી ૨૭૫ માર્કસ, ૯૧.૬૭ % અને ૯૯.૫૬ પીઆર સાથે ગુજકેટમાં ૯૯ માર્કસ, મકવાણા ફેનિલે ૩૦૦માંથી ૨૭૫ માર્કસ, ૯૮.૫૬ પીઆર સાથે ગુજકેટમાં ૯૯.૭૫ માર્કસ, મકવાણા ખુશીએ ૩૦૦માંથી ૨૭૪ માર્કસ, ૯૧.૩૩% અને ૯૮.૪૦ પીઆર સાથે ગુજકેટમાં ૧૦૦ માર્કસ, નસીત ક્રિશાલે ૩૦૦ માંથી ૨૭૩ માર્કસ, ૯૧% અને ૯૯.૦૬ પીઆર સાથે ગુજકેટમાં ૯૬.૨૫માર્કસ, બુદ્ધદેવ કુંજએ ૩૦૦ માંથી ૨૭૧માર્કસ, ૯૦.૩૩% અને ૯૭.૯૧ પીઆર  સાથે ગુજકેટમાં ૯૮.૭૫ માર્કસ, ડાભી કૃપાબાએ ૩૦૦માંથી ૨૭૦ માર્કસ, ૯૦% અને ૯૮.૧૭ પીઆર સાથે ગુજકેટમાં ૧૦૩.૭૫ માર્કસ, કકકડ માનવે ૩૦૦ માંથી ૨૬૭ માર્કસ, ૮૯% અને ૯૭.૦૭ પીઆર સાથે ગુજકેટમાં ૧૦૦ માર્કસ, ગાંધી જેનીશે ૩૦૦ માંથી ૨૬૬ માર્કસ, ૮૮.૬૭% અને ૯૬.૮૩ પીઆર સાથે ગુજકેટમાં ૮૫ માર્કસ, રાજયગુરૂ હેત્‍વર્યએ ૩૦૦ માંથી ૨૬૬ માર્કસ, ૮૮.૬૭% અને ૯૯.૧૨ પીઆર  સાથે ગુજકેટમાં૧૦૫ માર્કસ, સોની નિસર્ગે ૩૦૦ માંથી  ૨૬૫ માર્કસ, ૮૮.૩૩% અને ૯૮.૫૨ પીઆર સાથે ગુજકેટમાં ૯૯.૨૫ માર્કસ તેમજ રામાણી સૌમ્‍યએ ૩૦૦ માંથી ૨૬૫ માર્કસ, ૮૮.૩૩% અને ૯૬.૬૦ પીઆર સાથે ગુજકેટમાં ૧૦૧.૫ માર્કસ મેળવી શાળાનું ગૌરવ વધારેલ છે.
 આ શાનદાર પરિણામ મેળવવા બદલ શાળાના બધાજ વિદ્યાર્થીઓને સંસ્‍થાના સમગ્ર ટ્રસ્‍ટીગણ તેમજ શિક્ષકગણે ખુબ ખુબ અભિનંદન પાઠવવા સાથે ભવિષ્‍યની ઉચ્‍ચ અને સફળ વ્‍યવસાયિક કારકિર્દી માટે હાર્દિક શુભેચ્‍છાઓ પાઠવેલ છે.

 

(2:45 pm IST)