Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

રાજકોટના આરતી ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તારમાં આવેલા ઇમીટેશનના કારખાનામાં મોડી રાત્રે વીજ તંત્રનો દરોડોઃ ૪પ લાખની વીજચોરી પકડાઇ

મેઇન સર્વીસ વાયરમાં ટેપીંગ કરી મીટર બાયપાસ કરી નાખ્‍યુ'તું: ૪પ કિલોવોટ લોડ જોડાણ હતું

રાજકોટ, તા., ૧૩: પીજીવીસીએલ  શહેર વિભાગ-૧ રાજકોટ હેઠળના આમ ઇન્‍ડસ્‍ટ્રીયલ સબ ડીવીઝનના આરતી ઇન્‍ડસ્‍ટ્રીયલ વિસ્‍તાર, મહીકા રોડ ઉપર આવેલ સખીયા જયેન્‍દ્રભાઇ અરજણભાઇ, તથા ધીરજલાલ અરજણભાઇ સખીયાના ઇમીટેશનના કારખાનામાં આવેલ વીજ જોડાણ ચેક કરતા કુલ ર૬.૯૬ કીલોવોટ અને ૧૮.૧૪ લોડ જોડેલો હતો.

વીજીલન્‍સ અધિકારી દ્વારા વીજ જોડાણનું ચેકીંગ થતા બંને વીજ જોડાણોમાં મેઇન સહીત વાયરમાંથી વાયરમાંથી ટેપીંગ કરી સીધો જ લોડ સાઇડ જોડી મીટર બાયપાસ કરી વીજ ચોરી કરતા રંગે હાથે ઝડપાઇ ગયેલ. વીજ વપરાશ હોવા છતાં મીટરમાં વીજ વપરાશ નોંધાય નહી તેવી રીતે ગેરરીતી પકડાયેલ.

અંતે ગ્રાહકોને અંદાજે રૂા. ૪.પ૦ લાખનું વીજચોરીનું પુરવણી બીલ આપવામાં આવેલ છે.

ઉપરોકત બંને વીજ જોડાણો તા. ૧ર ગઇકાલે રાત્રે ૧૨ વાગ્‍યે નાયબ ઇજનેર વી.એન.કટાગરા તથા શ્રી જે.આર.મારડીયા અને સ્‍ટાફ મારફત ચકાસણી કરવામાં આવેલ.

વીજ કંપની દ્વારા રાત્રીના સમયે ઇન્‍સ્‍ટોગેશન ચેકીંગ હાથ ધરાતા વીજચોરોમાં ભય પ્રસરી ગયેલ છે.

(12:03 pm IST)