Gujarati News

Gujarati News

News of Friday, 13th May 2022

કાલથી રાજકોટના ગઢકામાં ભરવાડ સમાજ દ્વારા ત્રિવિધ કાર્યક્રમ : ભૂપેન્‍દ્રભાઇને આમંત્રણ

સી.આર.પાટીલ તથા સંતો-મહંતો હાજરી આપશે

(અતુલ ચગ) મોટી પાનેલી તા.૧૩ : રાજકોટના ગઢકા મુકામે સમસ્‍ત ભરવાડ સમાજના ઉપક્રમે ભવ્‍યતી ભવ્‍ય ત્રિવેણી સંગમ કાર્યનું આયોજન આગામી તારીખ ૧૪ને શનિવારથી તા. ૧૬ને સોમવાર સુધી ત્રણ દિવસનો સોનેહરી અવસર પૂજય સંતશ્રી મુળશાભગત (દેવભૂમિ અઠે દ્વારકા ઠાકરના દ્વારે) સૌરાષ્ટ ગુજરાતના પવિત્ર સંતો મહંતોની હાજરીમાં ભવ્‍ય આયોજન થવા જઈ રહ્યું છે.

જેમાં સૌરાષ્ટ્ર ગુજરાત સહીત ભારતભરમાંથી ભરવાડ સમાજના લોકો પધારશે મુળશાબાપા ઠાકરની પવિત્ર જગ્‍યામાં ત્રણ દિવસ સુધી મહારૂદ્રી યજ્ઞ દ્વારા દેશ અને દુનિયામાં શાંતિની સ્‍થાપના સાથે મહામારીમાંથી મુક્‍તિ માટે પૂજનીય સંતો સાથે વિખ્‍યાત બ્રામ્‍હણો દ્વારા આહુતિ હોમાશે સાથેજ બારબીજના ધણી અને જેની સનાતન ધર્મની ધજા કાયમ ફરકતી રહી છે તેવા રામાપીરના એકીસાથે બાર સવરા મંડપ સ્‍થંભનું સ્‍થાપના કરી રામાપીરની ધજા લહેરાવશે સાથેજ ભરવાડ સમાજની એકાવન દીકરીઓ ના સમૂહ લગ્નનું ભવ્‍ય આયોજન કરવામાં આવેલ છે. જેમાં દીકરીઓ ને સમાજના દાતાશ્રીઓ તરફથી દિલ ખોલીને કરિયાવર રૂપે આશીર્વાદ આપવામાં આવ્‍યા છે.

આ પ્રસંગે મુખ્‍યમંત્રી ભુપેન્‍દ્રભાઈ પટેલ ખાસ નિમંત્રણ પાઠવવા રાજકોટ જિલ્લા ભાજપ માલધારી શેલનાં પ્રમુખશ્રી વિજયભાઈ ગમારા, રાજુભાઈ જૂંજા, ભીખાભાઇ પડસારીયા, જિલ્લા ભાજપ મહામંત્રી મનસુખભાઇ રામાણી, કરસનભાઈ ફાંગલીયા, પ્રવીણભાઈ ગમારા, હિતેષભાઇ, માખાભાઇ વિગેરે એ મુખ્‍યમંત્રી ને રૂબરૂ આમંત્રણ પાઠવ્‍યું હતું. આ ભવ્‍ય ત્રિવેણી સંગમ કાર્યમાં ગુજરાત પ્રદેશ ભાજપ પ્રમુખશ્રી સીઆરપાટીલ સાથે રાજયના અનેક મંત્રીશ્રી ઓ સંસદ સભ્‍યો ધારાસભ્‍ય સાથે રાજકીય સામાજિક આગેવાનો હાજરી આપી દીકરીઓને આશીર્વાદ આપશે.

(11:19 am IST)