Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

રાજકોટમાં ઔદ્યોગિક એકમો ધમધમશે : વિવિધ એસોસિયેશન સાથે સંકલન : એકમોને મંજૂરી આપવા અધિકારીઓની નિમણુંક

ચેમ્બર ઓફ કોમર્સ,મવડી ,સમ્રાટ,ઈન્ડરસ્ટ્રીઝ અતિક ,આજી, સંસ્કાર,મીરા,અને કોઠારીયા- વાવડી ઇન્દ્રસ્ટ્રીઝ તેમજ મશીન ટુલ્સ સહિતના એસો,ની અરજી ચકાસી મંજૂરી અપાશે

રાજકોટ : કોરોના વાયરસને પગલે સમગ્ર દેશમાં લાગુ કરાયેલ લોક ડાઉનના કારણે બંધ પડેલ રાજકોટના ઔદ્યોગિક એકમો સરકારની નવી ગાઈડ લાઈન મુજબ ફરીથી કાર્યરત કરવા વિવિધ એસોસિયેશન સાથે પરામર્શમાં રહીને સરકારના ધારાધોરણોને અનુસરીને નીય ત શરતોને આધીન મંજૂરી આપવા અધિકારીઓની નિમણુંક કરેલ છે

આ એસોસિયેશનમાં ચેમ્બર ઓફ કોમર્સ,મવડી ,સમ્રાટ,ઈન્ડરસ્ટ્રીઝ અતિક ,આજી, સંસ્કાર,મીરા,અને કોઠારીયા- વાવડી ઇન્દ્રસ્ટ્રીઝ તેમજ મશીન ટુલ્સ સહિતના એસો,ની અરજી ચકાસી નિમણુંક પામેલ અધિકારીઓ યોગ્ય જણાયે મંજૂરી અપાશે

(9:45 pm IST)