Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

અમુક નહિ સુધરે, પોલીસ પણ નહિ અટકેઃ વધુ ૨૩૪ પકડાયા

લોકડાઉન ભંગ કરનારા લોકો સામે સતત કાર્યવાહીઃ છેલ્લા ચોવીસ કલાકમાં ૨૧૭ ગુના નોંધાયા

રાજકોટ તા. ૧૩: કોરોનાનું સંક્રમણ અટકાવવા લોકડાઉનનું પાલન કરાવતી પોલીસ દરરોજ સેંકડોને પકડીને કાર્યવાહી કરે છે. પરંતુ અમુક સુધરતા જ નથી. પોલીસ પણ આ કામગીરી અટકાવ્યા વગર આગળ વધી રહી છે. છેલ્લા ચોવીસ કલાકમાં લોકડાઉન ભંગના ૨૧૭ ગુના નોંધી ૨૩૪ની ધરપકડ કરવામાં આવી છે. જેની માહિતી આ મુજબ છે.

એ ડીવીઝન પોલીસે મહેન્દ્ર મોહનભાઇ પરસાણા, હસમુખ નરશીભાઇ વેકરીયા, ચેતન હર્ષદભાઇ ચાવડા, પ્રકાશ પોપટભાઇ જાદવ, અખીલેશ શ્રીચંદભાઇ જૈન, જુગલ કાંતીલાલ કટારીયા, કેતન પ્રતાપરાય ગુવારીયા, હીરેન કાંતીભાઇ ચૌહાણ, પ્રશાંત નવનીતભાઇ રાવલ, ઇમરાનશા અમીરશા શાહમદાર, ગીરીશ સુગનાભાઇ જાણનાણી, નીકુંજ અરવિંદભાઇ શીયાણી, મહેશ નારણભાઇ ચુડાસમા, બૈજુ ધરમશીભાઇ પોલીયા, ભાવેશ રાજુભાઇ તરટીયા, અમીત છગનભાઇ ધોળકીયા, દેવદત ભુપેન્દ્રભાઇ ધોળકીયા, વિપુલ વ્રજલાલભાઇ માવાણી, રક્ષીત વિજયભાઇ ખોખરા, મોહીત કાનાભાઇ મકવાણા, તથા બી ડીવીઝન પોલીસે કુવાડવા રોડ મેઇન રોડ પર છપ્પનીયા પાસથી જીજે ૩-ઝેડ -૪ર૪૪ નંબરના છકડો રીક્ષામાં રૂ. ૧,૩૬,પ૦૦ ની કિંમતની ૪પપ કિલો સોપારી સાથે જનક લાભુભાઇ ચાવડાને તથા ભગવતીપરા મેઇન રોડ પરથી ભાવેશ પ્રવિણભાઇ ચૌહાણ, પરાગ લલીતભાઇ ટાંક, વાસુ ભેરૂમલભાઇ તનવાણી, ભુપત શામજીભાઇ અજાણી વિશાલ અશોકભાઇ બારોટ, રાજેશ જીવાભાઇ પરમાર, બીરેન સુરેશભાઇ મચ્છર, અજય મનસુખભાઇ દાદલ, કમલેશ મોહનભાઇ સોલંકી, હર્ષદ  કિશોરભાઇ દેસાઇ, કલ્પેશ શાંતીલાલ રાજપરા, ભીમા ઘુસાભાઇ ખીટ, હરેશ નારણભાઇ મુંધવા, કુવાડવા રોડ બેડીપરા પોલીસ ચોકીની પાછળથી જીજે-૩ સીઆર ર૬૧૩ નંબરની એસેન્ટ કારમાંથી રૂ. ૧૯પ૦૦ ની સોપારી સાથે ભરત દેવજીભાઇ સીયાણીને તથા પેડક રોડ પરથી ભવદીપસિંહ મહેન્દ્રસિંહ જાડેજા, જયદીપ વિઠલભાઇ અજાણી, દીલબાગી અનવરભાઇપઠાણ, ભુપત નાગજીભાઇ ટોપટા, રવજી પોભણભાઇ ટોપટા, પ્રકાશ મનસુખભાઇ કરેણા, દેવજી વેલજીભાઇ  મેર, અમીત રાજુભાઇ રૈયાણી, મંજૂર ચકુભાઇ રૈયાણી, તથા થોરાળા પોલીસે  દિનેશ ધીરૂભાઇ સીતાપરા, દિનેશ ટપુભાઇ ચૌહાણ, મનોજ રાજુભાઇ જોષી, મેહુલ રમેશભાઇ કોબીયા, હીરેન ભોગીલાલ મીરાણી, ધનરાજ રાજેશભાઇ સોમાણી, નીતિન નથુભાઇ કાઠીયા, શૈલેષ વિઠલભાઇ સોલંકી, રફીક હનીફભાઇ શેખ, તેજસ ભુપતભાઇ ભલસોડ, વિજય મોહનભાઇ છાપરા, નીતિન ખીમજીભાઇ સારેસા, કિશન સુરેશભાઇ ડાંગર, ભરત ભગવાનજીભાઇ  બાંભણીયા, સાગર ભરતભાઇ ડાંગર, તથા ભકિતનગર પોલીસે સંજય વિઠ્ઠલભાઇ વોરા, દીપક ભુપતભાઇ ચાવડા, અતુલ મગનભાઇ ગોહેલ, કિશોર ચમનભાઇ મકવાણા, ભરત ધીરજલાલ મકવાણા, હીરેન વિઠ્ઠલદાસ દાવડા, આશીષ, હસમુખભાઇ ચૌહાણ, પ્રદીપ અરવિંદભાઇ સોલંકી, કાનજી પ્રવિણભાઇ મકવાણા, દીપક બાબુભાઇ સોરઠીયા, ભાવેશ નટવરલાલ પાટડીયા, ચેતન દીનેશભઇ સુરૂ, હરેશ ધીરજલાલ ડાભી, તથા આજી ડેમ પોલીસ સલીમ યુસુફભાઇ શેખ, રાકેશ ગોરધનભાઇ જાવીયા, ભાવેશ રવજીભાઇ રામોલીયા, યોગેશ ભરતભાઇ રાઠોડ, કરણ કિશોરભાઇ વાડોદરીયા, સુનીલ ઉતમભાઇ પાટીલ, શીવાજી અશોકભાઇ પાટીલ, હરેશ રોહીતદાસ પાટીલ, રવિન્દ્ર અશોકભાઇ પાટીલ, અવીનાશ સાહેબરાવ પાટીલ, કલ્પેશ વાલેરાભાઇ ચૌહાણ, રોહીત બીપીનભાઇ બારૈયા, મુકેશ રતીભાઇ લાઠીયા, સુનીલ રમેશભાઇ રાખસીયા, નીલેશ પરબતભાઇ લીંબાસીયા, નાથા ઠાકરશીભાઇ પરમાર, ભાવેશ જયંતીભાઇ ચૌહાણ તથા માલવીયાનગર પોલીસે ચંદ્રેશ નટુભાઇ ખડચરીયા, હરેશ નાનજીભાઇ નાકીયા, શાહનવાઝ મજીદભાઇ પીપરવાડીયા, અશોક ગીરધરલાલ ભટ્ટ, સંજય અઠાભાઇ વરૂ, હરેશ પોપટભાઇ ચૌહાણ, પાર્થ શાંતીભાઇ શીશાંગીયા, સાગર શૈલેષભાઇ  મજીઠીયા, શૈલેષ ભુપેન્દ્રભાઇ મજીઠીયા, કમલેશ અરજણભાઇ ચાવડા, ભરત ભગવાનજીભાઇ સાંગાણી, જયસિંહ ભીમજીભાઇ સોલંકી, વિનોદ કનુભાઇ પરમાર, મુકેશ ગોવિંદભાઇ પરમાર, સુનીલ મહેન્દ્રભાઇ ભટ્ટ, જયેશ વલ્લભભાઇ કપુપરા, ધ્રુવ સંજયભાઇ જોગીયા, હિતેષ તુલસીદાસભાઇ સોની, દીગ્વીજયસિંહ ચંદ્રસિંહ સોલંકી, વિશાલસિંહ દિનેશભાઇ રાઠોડ, દિનેશ અભેસીંગ ખેરડીયા, ઉપેન્દ્રસિંહ જયદેવસિંહ જાડેજા, પ્રવિણ વશરામભાઇ મકવાણા, તથા પ્ર.નગર પોલીસે પ્રેમરામસિંગભાઇ થાપા, અશ્વિનભાઇ મનુભાઇ વેકરીયા, દિનેશ દેવશીભાઇ પરસાણા, બાબુ રવજીભાઇ ભુવા, જીતેશ વિભાભાઇ દેગામા, ભરત મગનભાઇ ગોરાસવા, મુર્તુઝા મુસ્તુફાભાઇ કાથાવાલા, ચમન સવજીભાઇ સોલંકી, તોકીદ રફીકભાઇ મુલ્લા, ધીરેન અશ્વીનભાઇ ચૌહાણ, પાર્થ નવનીતભાઇ ભટ્ટ, દીપક રામજીભાઇ ચાવડા, કિશોર કિપ્રલદાસ રૂપારેલીયા, પ્રવિણ વલ્લભભાઇ હળવદીયા, અનીલ બચુભાઇ હરસોડા, જયેશ જયપાલભાઇ દયાણી, દીપેન રમેશભાઇ ધનેશા, ચિંતન ગુલાબભાઇ રામનાણી, નકુલ સુજીતભાઇ ચાગરાણી, મનસુખ ઉર્ફે કાળુ નાથાભાઇ સુવાણ, ઇસ્માઇલ આમદભાઇ શેખ તથા ગાંધીગ્રામ પોલીસે ગીરીશ દેવરાજભાઇ પાણપારીયા, ફીલીપ જોહરજીભાઇ, વિપુલ જશવંતરાય દોષી, જયેશ નજકભાઇ શુકલ, પરેશ જગદીશભાઇ ભટ્ટી, મહેશ ભુપતભાઇ ગણાત્રા, રફીક ઇસ્માઇલભાઇ શેખ, હાર્દિક રાજેશભાઇ દેશાણી, ચેતન  ગુણવંતરાય ત્રિવેદી, મુકેશ ઇશ્વરલાલ પટેલ, રાજુ જેસીંગભાઇ વરાણીયા, ચંદુગીરી જેંતીગીરી ગોસાઇ, અશરફ કાદરભાઇ સુમરા, દિનેશ ચંદ્રકાંતભાઇ બોસમીયા, ધીરૂ રમણીકભાઇ ઠાકર, અમીત હરેશભાઇ ધાણક, અશ્વીન રાયસિંગભાઇ બારૈયા, રણછોડ, લઘરાભાઇ સભાડ, રવી ભુપતભાઇ ખાચર, જીતેશ અમરશીભાઇ સોલંકી, ગોવિંદ કળવાભાઇ ગાણોલીયા, મિલન મહેન્દ્રભાઇ કારેલીયા, શ્યામરાજ જેસંગભાઇ મારૂ, દિવ્યેશ પ્રવિણભાઇ વરીયા તથા એરપોર્ટ ફાટક પાસેથી બીજી વખત કારણ વગર બહાર નીકળી લોકડાઉનનું ભંગ કરનાર જી.જે. ૩ કે એ ૬૯૬૯ નંબરના વાહન ચાલક સામે ગુનો નોંધાયો, રાજેશ મોહનભાઇ સંપટ, સોહિલ ઉર્ફે ભુરો અબ્દુલભાઇ તથેડી, સાહીલ, મનસુખભાઇ મુખીડા, તથા કુવાડવા રોડ પોલીસે મનસુખ લખમણભાઇ ઉધરેજીયા, અનીલ થોભણભાઇ ગમારા, ધર્મેશ નારણભાઇ રાઠોડ, પ્રવીણ કરશનભાઇ ભેજાળીયા, સાગર કિશોરભાઇ સોજીત્રા, બીજલ રૂડાભાઇ ખટાણા, મુકેશ લાલજીભાઇ કુકડીયા, અનિલ નથુભાઇ લામકા, મહેન્દ્ર સવજીભાઇ ગોહેલ, મનસુખ બાબુભાઇ સાકળીયા, અશ્વીન વિનુભાઇ રાઠોડ, રાજુ ધીરૂભાઇ અજાડીયા, રાજુ મોધાભાઇ ગાબુ, રવી હેમંતભાઇ દાવલા, પલક કિરીટભાઇ, મનસુખ લખમણભાઇ ઉધરેજીયા, લાલજી રૂપાભાઇ રાઠોડ, ભગીરથ નાગભાઇ બસીયા, હરેશ બચુભાઇ ભુવા, સંજય રઘુભાઇ સીતાપરા, ફૈયાઝ  અબ્દુલભાઇ શેરસીયા, ઇન્દુ આલાભાઇ ચાવડીયા, હીરેન જનકરાય પંડીયા, ગૌરાંગ જનકરાય પંડીયા, વાસ્તા ગુણવંતભાઇ સાકરીયા, મનીષ મગનભાઇ દેગમા, તથા યુનિવર્સિટી પોલીસે વિનોદ રામુભાઇ ધંધાકીયા, સંજય ભીખાભાઇ વાવેસા, આકાશ મનુભાઇ, સાંપાડ, શશીકાંત, બાબુભાઇ કુબાવત, કીરીટ કેશવજીભાઇ પરસાણા, કીરીટ જીવાભાઇ દવે, વિભા ટીસાભાઇ ચાવડા, રવી પરસોત્તમભાઇ સોલંકી, મનહર હરવાસભાઇ ટાંક, કિશોર દેવરાજભાઇ ભીમાણી, વિનોદ કુવરજીભાઇ ગોહેલ, હસમુખ નાગજીભાઇ ઝાલાવાડીયા, રમેશ જેરામભાઇ ચૌહાણ, મિત નયંતભાઇ રાચ્છ, બુધ્ધી  રામપ્રસાદ પ્રકાશ-શાહ, રમેશ નરેશ રામ, સુબોદાર શિવરામ ચમાર, મલીક ગૌસુરવા મલીક નુરહસન, વિશ્વજીત યોગેન્દ્ર કુમાર ચમાર, ઇરફાન હકી કુલ્લાદ અહમદ તથા

તાલુકા પોલીસે રાજેશ સવજીભાઇ ધાડીયા, નીલેશ સવજીભાઇ ધાડીયા, મુકેશ જમનભાઇ સાંગાણી, સુરેશ ધનજીભાઇ પાંભર, ધીરૂ લક્ષ્મણભાઇ બોરીચા, રાજેશ શાંતીભાઇ એરડા, પ્રદીપ લવજીભાઇ સોલંકી, કીશોર પ્રેમજીભાઇ શીંગરોજા, યશ રાજેશભાઇ એરડા, રાજેશ પુનાભાઇ પાધડાર, મૌલીક રવજીભાઇ ઉધાંડ, યોગેશ નવીનચંદ્રભાઇ, માણેક વિપુલ ડાયાભાઇ કપુરીયા, પ્રકાશ લક્ષ્મીદાસ વણપરીયા, પીયુષ દીનેશભાઇ સંઘાણી, પંકજ હેમંતભાઇ અઘેરા, પ્રદીપ વીઠ્ઠલભાઇ કોઠીયા, રામજી વીરમભાઇ ગોલતર, કિશન જગદીશભાઇ ગોલતર, કાર્તીક બાબુભાઇ ગોલતર, સંજય બાબુભાઇ ગાજીપરા, જયદીપ વિનોદભાઇ સાગર, ક્રિષ્ના બાવસીંગભાઇ ચાવડા, કલ્પેશ માધવજીભાઇ ખુંટ, ભાવેશ રવજીભાઇ સાવલીયા, દીપક મુકેશભાઇ ગોહેલ, રાજન જીતેન્દ્રભાઇ પાનસુરીયા,ચંદુ કરશભાઇ ટીલાળા, મોહીત ધરમશીભાઇ વાળા, સલમા અસરફભાઇ શેખ, ફીરોઝ અજીતખાન પઠાણની ધરપકડ કરી કાર્યવાહી કરી હતી.

પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી ખુરશીદ અહેમદ, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એચ. સરવૈયા, એસીપી એસ.આર. ટંડેલ, એસીપી એચ.એલ. રાઠોડ, એસીપી પી. કે. દિયોરા, એસીપી જી.એસ. બારીયા, એસીપી જે. એસ. ગેડમ તેમજ પીઆઇ એચ. એમ. ગઢવી, પીઆઇ વી. એસ. વણઝારા, પીઆઇ સી. જી. જોષી, પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝ, પીઆઇ જી.એમ. હડીયા, પીઆઇ વી. કે. ગઢવી, પીઆઇ એન. એન. ચુડાસમા, પી.આઇ. જે. વી. ધોળા, પી.આઇ. આર. એસ. ઠાકર, પીઆઇ કે. એ. વાળા, પીઆઇ એમ. સી. વાળા, પી.આઇ. આર. વાય. રાવલ, પીઆઇ વી. જે. ચાવડા, પી.આઇ. એસ.આર. પટેલ, પીઆઇ બી.એમ. કાતરીયા, પીઆઇ એસ. એન. ગડુ, પીઆઇ પરમાર તેમજ જે તે પોલીસ મથકના પીએસઆઇ અને ટીમો, પ્રોબેશનલ ડીવાયએસપી, અન્ય પીઆઇ સહિતની ટીમો ઉપરોકત કામગીરી કરે છે.

રખડવા નીકળ્યા હોય તો ઠીક છે, દૂધ લેવા નીકળ્યા ને દબોચી લીધા!

ગોકુલધામના સંજયભાઇ જોગીયાની રજૂઆત...ખોટા દોષારોપણથી મુસિબતોનો સામનો કરવો પડે છેઃ પોલીસે થોડું વિચારવું જરૂરી

રાજકોટ તા. ૧૨: શહેર પોલીસ કોરોનાનું સંક્રમણ ન ફેલાય તે માટે લોકડાઉનનું પાલન કરાવી રહી છે તે ખુબ સારી બાબત છે. લોકોએ પણ સમજીને કારણ વગર બહાર ન નીકળવું જોઇએ. પરંતુ ઘણીવાર પોલીસ સાચા કામથી નીકળેલા લોકોને પણ પકડી લે છે તે યોગ્ય નથી. આવી રજૂઆત ગોકુલધામ સોસાયટી-૧બ્લોક નં. ૪૫ ગોકુલ ડેરી પાસે રહેતાં સંજયભાઇ જોગીયાએ કરી છે.

તેણે રજૂઆતમાં કહ્યું છે કે મારો દિકરો ધ્રુવ (ઉ.૨૧) અને મારો સાળો હિતેષ તુલસીદાસ સોની (ઉ.૩૫) ઘરથી તદ્દન નજીક આવેલી પંચશીલ રોડ પરની ગોકુલ ડેરી ખાતે દૂધ લેવા એક જ બાઇક પર ગયા હતાં. પાછા આવતા હતાં ત્યારે પોલીસે પકડી લીધા હતાં અને પોલીસ ચોકીએ લઇ જઇ ફોટા પાડયા હતાં. સાંજે સાડા છએ પકડ્યા બાદ બંને રાતે નવ વાગ્યે ઘરે આવ્યા હતાં. એ પછી રાતે સાડા અગિયારે વ્હોટ્સએપ પર મેસેજ આવ્યો હતો કે બીનજરૂરી કામ વગર બહાર નીકળતાં પકડ્યા છે. એ બંને એક જ વાહન પર હતાં એ ગુનો અમને કબુલ છે. પરંતુ તેઓ રખડવા નીકળ્યા કારણ વગર એવો આરોપ વાજબી નથી. બંને સાચ્ચે જ જીવનજરૂરી એવું દૂધ લેવા ગયા હતાં. પોલીસના ખોટા દોષારોપણથી સામાન્ય નાગરિકોને કેવી મુસિબતોનો સામનો કરવો પડે છે તે પણ વિચારવું જોઇએ. તેમ વધુમાં સંજયભાઇ વી. જોગીયાએ જણાવ્યું છે.

સોપારી સવા લાખની...નવાગામના છપ્પનીયા કવાર્ટરમાંથી જનક પકડાયો

પોલીસે રિક્ષા અને સોપારીનો જથ્થો કબ્જે કર્યોઃ બેડીપરામાંથી કારમાં ૧૯ હજારની સોપારી સાથે નીકળેલા ભરતને પકડી લેવાયો

રાજકોટ તા. ૧૩: લોકડાઉનનું પાલન કરાવતી પોલીસ હાલના દિવસોમાં સોપારી, તમાકુ, ગુટખા, બીડી-સિગારેટ સહિતની બંધાણની ચીજવસ્તુઓ પકડવા દોડધામ કરી રહી છે. જાહેરનામા અંતર્ગત આવી કામગીરી સતત થતી રહે છે. પોલીસ માટે તો આજે સોપારી પકડવાની કામગીરી પણ મોેંઘેરી ગણાઇ રહી છે. બી-ડિવીઝન પોલીસે બે દરોડામાં સોપારીનો જથ્થો પકડ્યો છે.

કુવાડવા રોડ પર નવાગામ છપ્પનીયા કવાર્ટર પાસેથી જીજે૩ઝેડ-૪૨૪૪ નંબરની છકડો રિક્ષામાં રૂ. ૧,૩૬,૫૦૦ની કિંમતની ૪૫૫ કિલો સોપારી ભરી નીકળેલા જનક લાભુભાઇ ચાવડા (ઉ.૫૪-રહે. નવાગામ આણંદપર)ની ધરપકડ કરી છકડો તથા સોપારી કબ્જે લીધા છે. જ્યારે બીજા દરોડામાં બેડીપરા પોલીસ ચોકી પાછળના ભાગેથી જીજે૩સીઆર-૨૬૧૩ નંબરની કારમાં રૂ. ૧૯૫૦૦ની સોપારી સાથે નીકળેલા ભરત દેવજીભાઇ શિયાણી (ઉ.૩૪-રહે. નવલનગર-૧૦)ની ધરપકડ કરી છે. પીઆઇ વી. જે. ફર્નાન્ડીઝ, પીએસઆઇ એન. જ. જાડેજા, એમ. એમ. ઝાલા, એમ. એફ. ડામોર, આર. એસ. સાકરીયા, કે. યુ. વાળા, કે.આર. ચોટલીયા, એમ.આર. ઝાલા, હેડકોન્સ. વિરમભાઇ ધગલ, એ. જે. બસીયા, એમ.એસ. મકવાણા, જે. જી. જાડેજા, મહેશભાઇ ચાવડા, હરપાલસિંહ જાડેજા, હેમેન્દ્રભાઇ વાધીયા સહિતે આ કાર્યવાહી કરી હતી.

(3:01 pm IST)