Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

તરસ

પાણી, જળ, આબ...કંઇ કેટલાક શબ્દોથી ઓળખાતું પાણી સમગ્ર જીવસૃષ્ટીનો આધાર છે...જીવ હોય એને જળની તરસ હોય જ છે. જળ તો જીવસૃષ્ટી માટે જીવન છે. એટલે જ કહેવાય  છે કે જળ ત્યાં જીવન. તસ્વીરમાં એક ચકલી નળ વાટે ટપકી રહેલી પાણીની ધારમાંથી પોતાની 'તરસ' છીપાવતી નજરે પડે છે...આ  અદ્દભુત દ્રશ્ય 'અકિલા'ના તસ્વીકાર અશોક બગથરીયાએ જાયવા ખાતેના તેના ફાર્મ હાઉસ ખાતે કેમેરામાં કંડારી હતી. બળબળતા તાપના દિવસોમાં આવા પારેવાઓ માટે સોૈએ પોતાના ઘર બહાર કે અગાસીએ પાણીનું વાસણ ભરીને રાખવું જોઇએ જેથી તે તરસ્યા ન રહે.

(1:20 pm IST)