Gujarati News

Gujarati News

News of Wednesday, 13th May 2020

શ્રીમતિ અંજલીબેન રૂપાણીએ શિવપરાના ૭૮૦ મજૂરો વતન જઇ શકે તે માટે વ્યવસ્થા કરાવી

માલધારી સેલ ભાજપના પ્રમુખ જીતુ કાટોડીયાએ લિસ્ટ તૈયાર કરી ડેપ્યુટી કલેકટરને આપ્યું

રાજકોટઃ કોરોનાને કારણે અમલી બનાવાયેલા લોકડાઉનમાં ગુજરાત-રાજકોટમાં ફસાયેલા પરપ્રાંતિય મજૂરોને વતન મોકલવાની કાર્યવાહી થઇ રહી હોઇ આ સમયે રૈયા રોડ હનુમાન મઢી પાછળ વિધાનસભા-૬૯ વોર્ડ નં. ૯ના શિવપરામાં રહેતાં  પરપ્રાંતિય મજૂરો માટે ભોજનની અને રહેવાની વ્યવસ્થા છે કે કેમ? તેઓને વતન જવું છે કે અહિ જ રોકાવું છે? તે અંગેની પૃછા મુખ્યમંત્રી શ્રી વિજયભાઇ રૂપાણીના ધર્મપત્નિ શ્રીમતિ અંજલીબેન રૂપાણીએ શિવપરાના આગેવાન ભાજપ માલધારી સેલના પ્રમુખ જીતુભાઇ કાટોડીયાને કરતાં જીતુભાઇએ આ વિસ્તારમાં રહેતાં ૭૮૦ પરપ્રાંતિય મજૂરોએ વારાફરતી બોલાવી તેમનો મત જાણ્યો હતો. આ મજૂરોએ વતનમાં જવું છે તેવું જણાવતાં આ માટેનું લિસ્ટ તૈયાર કર્યુ હતું. આ લિસ્ટ બન્યા બાદ મુખ્યમંત્રીશ્રી રૂપાણીએ  પણ તમામ મજૂરોને વતન જવાની વ્યવસ્થા કરાવી આપી હતીં. મજૂરોનું લિસ્ટ જીતુભાઇએ ડે. કલેકટરશ્રી પંડ્યાને સુપરત કર્યુ હતું. હવે ક્રમાનુસાર મજૂરોને વતન મોકલવાની કાર્યવાહી થઇ રહી છે. આ માટે જીતુભાઇ અને મજૂરોએ મુખ્યમંત્રીશ્રી વિજયભાઇ તથા શ્રીમતિ અંજલીબેન રૂપાણીનો આભાર માન્યો હતો.

(1:19 pm IST)