Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

સરગમ કલબ યોજીત સમર ટ્રેનીંગ કલાસનું સમાપન : શ્રેષ્ઠ દેખાવ કરનારને ઇનામો

રાજકોટ : છેલ્લા ૨૦ વર્ષથી બહેનો માટે સમર ટ્રેનિંગ કલાસનું આયોજન કરતી સરગમ કલબ દ્વારા આ વર્ષે પણ સમર કલાસ યોજવામાં આવતા બહોળી સંખ્યામાં બહેનોએ ભાગ લીધો હતો. જેનો સમાપન સમારોહ યોજાતા તાલીમ કેમ્પમાં શ્રેષ્ઠ દેખાવ કરનાર બહેનોને ઉદ્યોગપતિ મૌલેશભાઇ પટેલ અને નરેશભાઇ લોટીયાના હસ્તે ઇનામો એનાયત કરાયા હતા. કોટક સ્કુલમાં યોજાયેલ આ કાર્યક્રમના પ્રારંભે ગુણવંતભાઇ ડેલાવાળાએ સમગ્ર તાલીમ વર્ગની માહીતી રજુ કરી હતી. મહાવીરી સેવા ટ્રસ્ટ, રાજબેંક, રાધિકા જવેલર્સ, બાન લેબ્સનો સહયોગ મળ્યોાનો ઉલ્લેખ કરી કેમ્પમાં સેવા આપનાર નિષ્ણાંત ટયુટરોનો આભાર વ્યકત કરેલ. ભાગ લેનાર તમામ બહેનોને સર્ટીફીકેટ એનાયત કરાયા હતા. જયારે ટયુટરોને ચન્દાબેન શાહ, ઉષાબેન પટેલ, જયશ્રીબેન રાવલ, રેશ્માબેન સોલંકી અને છાયાબેન દવેના હસ્તે મોમેન્ટો એનાયત થયેલ. અહીં વિવિધ સ્પર્ધાઓ પણ રાખવામાં આવી હતી. જેના વિજેતાઓને પણ ઇનામો અપાયા હતા. સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા સરગમ કલબના પ્રમુખ ગુણવંતભાઇ ડેલાવાળાના માર્ગદર્શન હેઠળ લેડીઝ કલબના અલ્કાબેન કામદાર, સુધાબેન ભાયા, જશુમતીબેન વસાણી, ગીતાબેન હિરાણી, જયશ્રીબેન વ્યાસ, વિપુલાબેન હિરાણી, અલ્કાબેન ધામેલીયા, ચેતનાબેન સવજાણી, ભાવનાબેન મહેતા, જયશ્રીબેન મહેતા, વૈશાલીબેન શાહ, મધુરીકાબેન જાડેજા વગેરે નજરે પડે છે.

(3:54 pm IST)