Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના શોધ છાત્ર કાર્યના પ્રમુખ ડો. આલોક પાંડે રાજકોટની મુલાકાતે : ફાર્મ-ડી વિદ્યાર્થીઓ સાથે સંવાદ

રાજકોટ : અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના અખિલ ભારતીય શોધ છાત્ર કાર્યના પ્રમુખ ડો. આલોક પાંડે તાજેતરમાં રાજકોટ આવ્યા હતા. તે દરમિયાન સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના ફાર્મ-ડીના વિદ્યાર્થીઓ સાથે સંવાદ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં તેઓએ ફાર્મ-ડીના વિદ્યાર્થીઓને જરૂરી માર્ગદર્શન આપી વિવિધ પ્રશ્નો અંગે ચર્ચા કરી હતી. આ કાર્યક્રમોમાં અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના પ્રદેશ અધ્યક્ષ ડો. રવિસિંહ ઝાલા, વિદ્યાર્થી પરિષદના પ્રદેશ સંગઠન મંત્રી અશ્વિનીકુમાર શર્મા તથા ડો. ભરતભાઇ રામાનુજ ઉપસ્થિત રહ્યા હતાં.

(3:50 pm IST)