Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

શહેર ભાજપના આગેવાનોનો પ.બંગાળમાં પ્રચારકાર્ય પૂરજોશમાં

રાજકોટઃ ગુજરાતમાં લોકસભાની ચૂંટણી પૂર્ણ થયાં બાદ ગુજરાત પ્રદેશ ભાજપની યોજના મુજબ ભાજપના ટોચના અગ્રણીઓને અતિ સંવેદનશીલ ગણાતા એવા પશ્ચિમ બંગાળ ખાતે ચૂંટણી પ્રચારમાં મોકલવામાં આવ્યા છે, જે અંતર્ગત ગુજરાત ભાજપને ફાળવાયેલ કુલ બે લોકસભા બેઠકો હેઠળની ડમ ડમ લોકસભા સીટમાં આવતી ખરદા વિધાનસભાના એક મંડળની યોજાયેલ બેઠકમાં ભાજપ અગ્રણીઓ નીતિનભાઈ ભારદ્વાજ, કશ્યપભાઈ  શુકલ, સુરેશ ધરજીયા, શૈલેષ ઉપાધ્યાય, પરશુરામ મહારાજ, બચુભાઈ ડાભી, હમીરભાઈ સાલ સહિતના ગુજરાત ભાજપના આગેવાનોએ ઉપસ્થિત મંડળના ઇન્ચાર્જશ્રીઓ તેમજ શકિતકેન્દ્રના ઇન્ચાર્જશ્રીઓને માર્ગદર્શન પુરૃં પાડ્યું હતું. નોંધનીય છે કે  મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી ગાંધીનગરથી મોનીટરીંગ કરીને ગુજરાતને ફાળવાયેલ પશ્યિમ બંગાળની લોકસભા બેઠકોની સતત ચિંતા કરી માર્ગદર્શન આપી રહ્યા છે, જે અંતર્ગત  મંડળની બેઠકમાં હતી. આગેવાનો સાથે વિડીયો કોલ મારફત વાત કરી માર્ગદર્શન પૂરું પાડી ઉત્સાહ વધાર્યો. આ બેઠકમાં પશ્ચિમ બંગાળના સ્થાનિક ભાજપના અગ્રણીઓમાં મંડળના પ્રમુખ મલયભાઈ ચક્રવર્તી તેમજ બલરામભાઈ સાહુ, તારા ઘોષ સહિતના સ્થાનિક મંડળના ઇન્ચાર્જોશ્રીઓ તેમજ શકિતકેન્દ્રના ઇન્ચાર્જઓ ઉપસ્થિત રહ્યા હતાં.(૩૦.૯)

(3:28 pm IST)