Gujarati News

Gujarati News

News of Monday, 13th May 2019

કુવાડવાના બેડલામાં માવતરના ઘરે સાયલાના ફુલગ્રામની વાલ્મિકી પરિણીતાએ ઝેર પી લીધું

પતિ શંકા કરી ત્રાસ આપતો હોવાનો માવતર પક્ષનો આક્ષેપ

રાજકોટ તા. ૧૩: કુવાડવા તાબેના બેડલા ગામે માવતર ધરાવતી અને સાયલાના ફુલગ્રામ ખાતે સાસરૂ ધરાવતી મીઠુબેન જયેશભાઇ પરમાર (ઉ.૨૫) નામની વાલ્મિકી પરિણીતાએ બેડલા માવતરના ઘરે આવી હોઇ વાડીએ ઝેર પી લેતાં રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડાઇ છે.

હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી. મીઠુબેનના લગ્ન પાંચ વર્ષ પ્હેલા થયા છે. પતિ ખેત મજૂરી કરે છે. તેણીના પિતાનું નામ મનોજભાઇ રાણાભાઇ છે. મીઠુબેનને પતિ જયેશ ખોટી શંકા કરી ત્રાસ આપતો હોઇ તેણી અગાઉ પણ રિસામણે આવી હતી. હાલમાં ફરીથી હેરાન કરતો હોવાથી તેણીએ આ પગલું ભર્યુ હોવાનો આક્ષેપ માવતર પક્ષના લોકોએ કરતાં પોલીસે નિવેદન નોંધ્યું હતું.

કુવાડવામાં માનસિક  બિમારીને લીધે કિરીટ ઝેર પીધું

કુવાડવા ગામમાં રહેતો કિરીટ નારણભાઇ લામકા (ઉ.૩૦) નામનો ભરવાડ યુવાન ઉંદર મારવાની દવા પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. તે બે ભાઇમાં નાનો છે અને સંતાનમાં એક પુત્રી છે. માનસિક બિમારીથી કંટાળીને પગલું ભર્યાનું તેના પરિવારજનોએ જણાવ્યું હતું. હોસ્પિટલ ચોકીના સ્ટાફે કુવાડવા પોલીસને જાણ કરી હતી.

માયાણીનગરમાં તુષાર ચોૈહાણ ઝેર પી ગયો

માયાણીનગર આવાસ યોજના કવાર્ટર બી-૩૧માં રહેતો તુષાર ખુશાલભાઇ ચોૈહાણ (ઉ.૨૨) સાંજે ઝેરી દવા પી જતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો હતો. માલવીયાનગર પોલીસે જરૂરી કાર્યવાહી કરી હતી.

(11:47 am IST)