Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

કૉંગ્રેસના મહિલા કાર્યકર્તાના ઘરમાંથી દારૂ મળી આવ્યો

પોલીસે આધેડની ધરપકડ કરી : દારૂ તેમજ બીયરના ટીનનો જથ્થો દવે નામના વ્યક્તિની આરોગ્યની પરમીટમાંથી ખરીદ કરેલ હોવાનું ખુલ્યું હતું

રાજકોટ,તા.૧૩ : રાજકોટ ક્રાઇમ બ્રાન્ચ દ્વારા મહાનગરપાલિકાની મતદાન પ્રક્રિયાની આગલી રાત્રે કોંગ્રેસના મહિલા કાર્યકર્તાના ઘર માંથી આલિશાન બાર ઝડપી પાડવામાં આવ્યું હતું. કૉંગ્રેસના મહિલા કાર્યકર્તા ચાંદની લીંબસિયાના ઘરમાંથી જુદા જુદા બ્રાન્ડની દારૂની બોટલ તેમજ બીયરના ટીન મળી આવ્યા હતા. ત્યારે આખરે રાજકોટ ક્રાઇમ બ્રાન્ચે કોંગ્રેસના મહિલા કાર્યકર્તાના પતિને દારૂ તેમજ બિયરનો જથ્થો આપનાર વ્યક્તિની ધરપકડ કરી છે. જે અંતર્ગત આરોપી બીપીનભાઈ દવેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી બીપીનભાઈ વિરૂદ્ધ પ્રોહિબિશનનો ની કલમ અંતર્ગત ગુનો પણ નોંધવામાં આવ્યો છે. આરોપી બીપીનભાઈ દવે છેલ્લા ૧૨ વર્ષથી આરોગ્ય બાબતે દારૂની પરમીટ ધરાવે છે. ત્યારે ભૂતકાળમાં પણ પોતાની આરોગ્ય બાબત ની પરમીટ માંથી કોને કોને દારુ તેમજ બિયર નો જથ્થો પૂરો પાડેલ છે તે સહિતની તમામ વિગતો મેળવવામાં આવી રહી છે.

ત્યારે તમામ બાબતો અંગે આરોપીની સઘન પૂછપરછ હાથ ધરવામાં આવશે. તેમજ ચાંદની તેમજ પિયુષ ની જેમ જે કોઈએ પણ બીપીન દવે પાસેથી દારૂ તેમજ બીયર નો જથ્થો મેળવ્યો હશે તે તમામ વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશેક્રાઇમ બ્રાન્ચના પીઆઈ વિરલ ગઢવી વાતચીત કરતા જણાવ્યું હતું કે, ચાંદની બેન નામની મહિલા ફાયરિંગ કરતી હોય તે પ્રકાર નો વિડીયો સોશ્યલ મીડીયામા વાયરલ થયો હતો. જે બાબતની ખરાઇ કરવા માટે રાજકોટ શહેરના નારાયણનગર પેડક રોડ ખાતે આવેલ મહિલાના મકાનમાંથી ભારતીય બનાવટનો તથા વિદેશી બનાવટની ઇગ્લીશ દારૂની બોટલો તથા બીયર ટીન તથા બોટલો મળી આવતા જે બાબતે કાયદેસરની કાર્યવાહી હાથ ધરેલ છે.

પતિ પત્ની વિરુદ્ધ કુવાડવા પોલીસ સ્ટેશન ખાતે .પી.કો. કલમ ૩૩૬,૧૧૪ તથા આર્મસ એક્ટ હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. આમ, ચાંદની બેન લિંબાસિયા તેમજ તેમના પતિ પિયુષભાઈ લિંબાસિયા વિરુદ્ધ બે જેટલા ગુના દાખલ કરવામાં આવ્યા છે. પ્રાપ્ત માહિતી અનુસાર ચાંદની બેન તેમજ તેના પતિ છેલ્લા ત્રણ વર્ષથી કોંગ્રેસ પક્ષ માટે કામ કરી રહ્યા હોવાનું પોલીસ સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે. તો સાથે હાલની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પણ કોંગ્રેસ પક્ષ માટે ચાંદની બેને સક્રિય ભૂમિકા નિભાવી હોવાનું પણ સામે આવ્યું છે.

(7:29 pm IST)