Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

મ.ન.પા.ની વેરા શાખાનો સપાટોઃ આજે વધુ ૧૩ મિલ્કતને તાળા : ર૪.૯૪ લાખની આવક

રાજકોટઃ  મ્યુ.કોર્પોરેશનની મુખ્ય આવકનો સ્ત્રોત એવી વેરા શાખાનો ચાલુ નાણાંકીય વર્ષ ર૦ર૦-ર૧નો રૂ.ર૪૭ કરોડનો લક્ષ્યાંક - પૂર્ણ કરવા હવે રૂ. ૧ લાખથી વધુનો બાકી વેરો વસુલવા બાકીદારોની મીલ્કતો સીલ કરવાની ઝૂંબેશ ચાલી રહી છે. જે અન્વેય આજે શહેરનાં ત્રણેય ઝોનમાં ૧૩ મીલ્કતોને સીલ કરવા કાર્યવાહી હાથ ધરી હતી.જયારે રૂ. ૨૪.૯૪  લાખની બાકી વસુલાત કરવામાં આવી હતી. આ ઝૂંબેશ દરમિયાન આજે સેન્ટ્રલ ઝોનમાં ૭.૪૦ લાખ, વેસ્ટ ઝોનમાં ૭.૩૧ લાખ અને ઇસ્ટ ઝોનમાં ૧૦.૨૩ લાખનો બાકી વેરો વસુલવામાં આવ્યો હતો. આ કામગીરી આસી. મેનેજર શ્રી રાજીવ ગામેતી, મયુર ખીમસુરીયા, વિવેક મહેતા, નિરજ વ્યાસ તથા તમામ વોર્ડ ઓફીસર, તમામ વોર્ડ ટેક્ષ ઇન્સ્પેકટરશ્રીઓ તથા વોર્ડ કલાર્ક દ્વારા આસી. કમિશ્નરશ્રી કગથરા, સમીર ધડુક તથા વી.એમ.પ્રજાપતીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી. હાલ સીલીંગ અને રીકવરીની કામગીરી ચાલુ છે.

(3:33 pm IST)