Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

મનપામાં કર્મચારી ધિરાણ અને સહકારી મંડળીની ચૂંટણી યોજાઇ

રાજકોટ : મહાનગર પાલિકામાં કર્મચારીઓની ધિરાણ અને સહકારી મંડળી સામાન્ય ચૂંટણી આજે સંપૂર્ણ લોકશાહી ઢબે યોજાઇ તે વખતની તસ્વીરમાં ચૂંટણીના બેલેટ પેપર નાંખવાની મતપેટી વગેરેની ચકાસણી કરી રહેલા પૂર્વ ટેકસ ઇન્સ્પેકટર નરેશ શાહ, ટી.પી. વિભાગનાં સોલંકીભાઇ વગેરે દર્શાય છે. નીચેની તસ્વીરમાં જેમના નેજા તળે આ સમગ્ર ચૂંટણી યોજાઇ તે કર્મચારી આગેવાન સુખદેવસિંહ જાડેજા, જયેન્દ્ર મેતા તેમજ ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારો નજરે પડે છે. આ ચૂંટણીમાં કર્મચારી પરિષદ ત્થા ટેકનીકલ યુનિયન અને અખિલ ગુજરાત કર્મચારી સોશ્યલ એન્ડ વેલફેર સોસાયટીના ઉમેદવારો વચ્ચે યોજાઇ હતી. જેમાં મુખ્ય ચૂંટણી અધિકારી તરીકે મ્યુનિસીપલ સેક્રેટરી હરિભાઇ રૂપારેલિયાએ સેવા આપી હતી. (તસ્વીર : સંદિપ બગથરીયા)

(3:29 pm IST)