Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

સોની વેપારી સામે ૩૪ લાખ ૬૪ હજારના ચેક રિટર્ન થતાં કોર્ટમાં ફોજદારી ફરિયાદ

રાજકોટ તા.૧૩ : અત્રે સોની કામના ઘરેણા ઘડવાનો ધંધો કરતા અલ્પેશભાઇ ભરતભાઇબારભાયા સામે કોર્ટમાં રૂ.૩૪,૬૪,પ૦૦ના ચેક રીટનની ફરીયાદ દાખલ કરવામાં આવેલ છે.

અત્રેના ફરીયાદી હિતેષભાઇ ગોપાલભાઇ સગપરીયા, સદગુરૂ સીલ્વર ઓર્નામેન્ટના નામે રાજકોટ ખાતે સોનાના ઘરેણા વેચવાનો ધંધો કરે છે અને રાજકોટ મુકામે અલ્પેશ ભરતભાઇ બારભાયા સોનાના ઘરેણા ઘડવાનો ધંધો  કરતા હોય એક બીજાના પરીચયમાં આવેલ. હિતેષભાઇ ગોપાલભાઇ સગપરીયાને સોનાના ઘરેણા બનાવવાના હોય જેથી ફરીયાદીએ અલ્પેશભાઇ ભરતભાઇ બારભાયાને ૬પ૦ ગ્રામ સોનુ રકમ રૂ.૩૪, ૬૪,પ૦૦ અંકે રૂપીયા ચોત્રીસ લાખ ચોસઠ હજાર પાંચસો પુરાનું ઘરેણા બનાવવા આપેલ તે અંગેનો સમજુતી કરાર પણ નોટરી કરવામાં આવેલ. પરંતુ અલ્પેશભાઇ ભરતભાઇ બારભાયાએ સોનાના ઘરેણા બનાવી આપેલ નહી અને સોનુ પરત આપેલ નહી તેથી રકમ ચુકવવા અલ્પેશભાઇ ભરતભાઇ બારભાયાએ ફરીયાદી રૂ.૩૪,૬૪,પ૦૦ અંકે રૂપીયા ચોત્રીસ લાખ ચોસઠ હજાર પાંચસો પુરાનો ચેક લખી આપેલ.

આ ચેક પણ રીટર્ન થતાં નોટીસ પાઠવવામાં આવેલ તેમ છતાં ચેક મુજબના બાકી લેણા રૂ.૩૪,૬૪,પ૦૦ અંકે રૂપીયા ચોત્રીસ લાખ ચોસઠ હજાર  પાંચસો ન ચુકવતા ફરીયાદીએ પોતાના વકીલ મારફત રાજકોટની અદાલતમાં ફરીયાદ દાખલ કરેલ જે ફરીયાદના કામે રાજકોટના અધિક ચીફ જયુડી. મેજીસ્ટ્રેટ એમ.આર.લાલવાણી  આરોપીને કોર્ટમાં હાજર રહેવા માટે સમન્સ ઇસ્યુ કરેલ છે. આ કામે ફરીયાદી વતી વકીલ તરીકે રાજકોટના શ્રી રમેશ યુ. પટેલ, શ્રી એમ.આર. પટેલ, શ્રી કેવિન એમ. ભંડેરી, શ્રી એલ.બી. સાવલીયા, શ્રી હર્ષા વી. ભંડેરી, શ્રી રણજીત બી. મકવાણા એડવોકેટ તરીકે રોકાયેલ છે.

(2:45 pm IST)