Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

સરકારી જમીન હડપ કરી જવા અંગે ખોટા દસ્તાવેજો ઉભા કરવાના ગુનામાં જામીન મંજુર

રાજકોટ તા.૧૩ : રાજકોટ ગ્રામ્ય શાપર વેરાવળ પોલીસ સ્ટેશનમાં સરકારી જમીન હડપ કરી જવાનું ગુનાહીત કાવત્રુ રચી ખોટા સરકારી સીકકા, ખોટા સરકારી દસતાવેજો ઉભા કરી, ભારતના રાષ્ટ્ર ચિન્હનો દુરઉપયોગ કરી અને સરકારી હોદાઓનો દુરૈપયોગ કરી જમીન પચાવી પાડવાના ગુના સબબની ભારતીય દંડ સંહિતાની વિવિધ કલમો હેઠળની તા.પ-૩-ર૦ર૦ના રોજ ફરીયાદ નોંધાવામાં આવેલ હતી અને જે સબબ પોલીસ દ્વારા આરોપી ભાવિનભાઇ જીવનભાઇ દેલવાડીયાની ધરપકડ કરવામાં આવેલ હતી. દરમિયાન આ કેસના આરોપીઓએ ચાર્જશીટ થયા બાદ જામીન મુકતથવા હાઇકોર્ટ સમક્ષ જામીન અરજી કરતા અદાલતે જામીન અરજી મંજુર કરેલ હતી.

ખોટા સરકારી દસ્તાવેજો ઉભા કરેલાની ફરીયાદ લોધીકા મામલતદારશ્રી દ્વારા આપવામાં આવેલ હતી અને જે સબબ આરોપી ભાવિનભાઇ  જીવનભાઇ દેલવાડીયાની ધરપકડ કરી હતી અને કોટડા સાંગાણીાના જયુ.મેજી. સમક્ષ રજુ કર્યા બાદ જયુડીસ્યલ કસ્ટડીમાં મોકલવાનો હુકમ ફરમાવેલ હતો અને ત્યારબાદ ચાર્જશીટ થયા બાદ જરૂરી કાયદાકીય પ્રક્રિયા આરોપીએ પોતાના એડવોકેટશ્રી મારફત જામીન મુકત થવા ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરેલ હતી. જે અન્વયે આરોપીઓ વતી રોકાયેલ એડવોકેટશ્રી કરેલ દલીલ તેમજ જામીન અરજી સંદર્ભે હાઇકોર્ટ તેમજ સુપ્રીમ કોર્ટના ચુકાદાઓ ધ્યાનમાં રાખી કોર્ટ દ્વારા આરોપીઓને જામીન મુકત કરવાનો હુકમ ફરમાવેલ હતો. આ કામે આરોપીઓ વતી એડવોકેટશ્રી સાહિસ્તાબેન એસ.ખોખર, રણજીત એમ. પટગીર, તેમજ ગુજરાત હાઇકોર્ટમાં એડવોકેટ શ્રી એમ.આઇ. સૈયદ રોકાયેલ હતા.

(2:44 pm IST)