Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

રાજકોટના માંડાડુંગર પાસેના ખુન કેસમાં પકડાયેલ આરોપીના હાઇકોર્ટમાં જામીન મંજુર

રાજકોટ તા. ૧૩: રાજકોટના માંડા ડુંગરના ચકચારી ભર્યા મર્ડરના કેસમાં આરોપીના ગુજરાત હાઇકોર્ટ દ્વારા જામીન મંજુર કરવાનો હુકમ કરેલ છે.

બનાવની ટૂંકમાં હકીકત એવી કે, રાજકોટના આજી ડેમ ચોકડી પાસે આવેલ માડા ડુંગર વિસ્તારમાં તારીખ ર૩/૦૩/ર૦ર૦ના રોજ આંબેડકરનગરમાં રહેનાર ભરત નાથા મકવાણા કે જેઓનાઓ જેલમાં આજ ફરિયાદના આરોપી નામે ઇશ્વર કેસુ મકવાણાના ભાઇના ખૂનના ગુન્હામાં હોય પેરોલ ઉપર છૂટેલ હતા અને ર૩/૦૩/ર૦ર૦ના રાત્રીના સમયે ત્યાંજ રહેતા ૧. ઇશ્વર કેસુ મકવાણા ર. અનિલ લખુભાઇ પરમાર ૩. ભરત ભુપત બારૈયા ઉપર ભરત નાથા મકવાણાની હત્યા કરવાનો ગુન્હો તારીખ ર૩/૦૩/ર૦ર૦ના રોજ આઇપીસી ૩૦ર, ૧૧૪, જી.પી. એકટની કલમ ૧૩પ(૧), એટ્રોસીટી એકટની કલમ ૩(ર) મુજબની ફરિયાદ આજી ડેમ પોલિસ સ્ટેશન ખાતે નોંધાયેલ હતી.

ત્યારબાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી. તેથી માર્ચ ર૦ર૦ થી જયુડિશિયલ કસ્ટડીમાં હતા ત્યારબાદ અનિલ લખુભાઇ પરમારનાઓએ રાજકોટ, સેસન્સ કોર્ટમાં જામીન અરજી કોર્ટ દ્વારા જામીન નામંજુર કરવામાં આવેલ હતા. ત્યારબાદ અરજદાર દ્વારા ગુજરાત હાઇકોર્ટમાં જામીન અરજી દાખલ કરવામાં આવેલ હતી. અરજદાર તરફથી ગુજરાત હાઇકોર્ટે એડવોકેટ પ્રશાંત ચાવડાશ્રીની રજુઆત અને બચાવના મુદ્દા ગ્રાહ્મ રાખીને અરજદારને જામીન ઉપર મુકત કરેલ છે.

અરજદાર તરફથી ગુજરાત હાઇકોર્ટ વરિષ્ઠ એડવોકેટ પ્રશાંત ચાવડા હાજર થયેલ હતા.

(2:44 pm IST)