Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

કોઠારીયા રોડ બસ સ્ટોપ પાસે ચક્કર આવતા પડી જતા વૃધ્ધા નંદુબેનનું મોત

વૃધ્ધા પુત્રવધુ સાથે ઘરે જતા'તાઃ સીટી બસમાંથી ઉતર્યા બાદ બનાવ

રાજકોટ તા.૧૩ : કોઠારિયા રોડ પર સ્વાતીપાર્ક બસ સ્ટોપ પાસે સીટી બસમાંથી ઉતર્યા બાદ ચક્કર આવતા પડી જતા વૃધ્ધાનું મોત નિપજયું હતું.

મળતી વિગત મુજબ કોઠારિયા રોડ પર સુમંગલ પાર્કમાં રહેતા નંદુબેન બચુભાઇ સાવલીયા (ઉ.૭૦) ગઇકાલે પુત્રવધુ સાથે મવડી કામ સબબ ગયા હતા બાદ બંને સીટી બસમાં બેસી પરત આવતા સ્વાતીપાર્કના બસ સ્ટોપે બંને બસમાંથી ઉતર્યા બાદ વૃધ્ધા ચાલીને થોડે આગળ જતા તેને  ચક્કર આવતા બેભાન થઇ પડી જતા માથાના ભાગે ઇજા થઇ હતી બનાવ બનતા આસપાસના લોકો એકઠા થઇ ગયા હતા અને તેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતા. ત્યાં તેનુ સારવાર દરમ્યાન મોત નિપજયું હતું આ બનાવ અંગે આજીડેમ પોલીસ મથકના હેડ કોન્સ એમ.બી.જાડેજાએ કાર્યવાહી કરી હતી.

(2:44 pm IST)