Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

શહેરમાં બપોર સુધીમાં ૨૫ કેસ

કુલ ૧૬,૮૦૭ લોકો કોરોનાની ઝપટે ચડયાઃ આજ દિન સુધીમાં ૧૬,૩૫૯ દર્દીઓ સાજા થતા રિકવરી રેટ ૯૭.૪૭ ટકા

રાજકોટ, તા.૧૩:  છેલ્લા એક વર્ષથી સમગ્ર દેશામાં હાહાકાર મચાવનાર  કોરોનાએ રાજકોટ સહિત સમગ્ર રાજયમાં ફરી માથુ ઉંચકતા લોકોમાં ચિંતા પ્રસરી છે. શહેરમાં  બપોર સુધીમાં ૨૫ કેસ નોંધાયા છે.

આ અંગે મ્યુ.કોર્પોરેશનની સતાવાર માહિતીમાં જણાવ્યા મુજબ આજે બપોરે ૧૨ વાગ્યા સુધીમાં   કુલ ૨૫  નવા કેસ સાથે શહેરમાં અત્યાર સુધીમાં કુલ  ૧૬,૮૦૭ પોઝીટીવ કેસ નોંધાઇ ચુકયા છે. અને તે પૈકી  ૧૬,૩૫૯ લોકો સાજા થઇને હોસ્પિટલમાંથી ડીસ્ચાર્જ થતા  ૯૭.૪૭ ટકા રિકવરી રેટ થયો છે.

ગઇકાલે કુલ  ૧૩૫૪  સેમ્પલ લેવાયા હતા.જેમાં ૫૮ કેસ નોંધાતા પોઝિટિવ રેટ ૪.૨૮  ટકા થયો  હતો. જયારે ૬૨  દર્દીઓે સાજા થયા હતા.

જયારે આજ દિન સુધીમાં ૬,૧૨,૯૪૭ લોકોનાં  ટેસ્ટ કરવામાં આવ્યા છે. જેમાંથી ૧૬,૮૦૭  સંક્રમીત થતા પોઝિટિવ રેટ ૨.૭૪ ટકા થયો છે.

(2:42 pm IST)