Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

બે ફોર વ્હીલમાંથી કબ્જે કરાયેલા દારૂના કેસમાં ફરાર યજ્ઞેશ્વર ઉર્ફે ગણીયો પકડાયો

ક્રાઇમ બ્રાંચની ટીમે જેતપુરના શખ્સને દબોચ્યો : ઉદયનગરના જયપાલસિંહ ઝાલાની શોધખોળ

રાજકોટ,તા. ૧૩: મવડી -ઉદ્યોગનગર વિસ્તારમાંથી બે ફોર વ્હીલમાંથી બીન વારસુ મળી આવેલા વિદેશી દારૂના કેસમાં ક્રાઇમ બ્રાંચની ટીમે જેતપુરના શખ્સને પકડી લીધો હતો.

મળતી વિગત મુજબ શહેરના અલગ અલગ વિસ્તારમાં ચાલતી દારૂ અને જુગારની પ્રવૃતિને નાબુદ કરવા માટે પોલીસ કમિશનર શ્રી મનોજ અગ્રવાલ જોઇન્ટ કમિશનર શ્રી ખુરશીદ અહેમદ, ડીસીપી પ્રવિણકુમાર મીણા તથા મનોહરસિંહ જાડેજા ક્રાઇમ બ્રાંચના એસીપી ડી.વી.બસીયાની સુચનાથી ક્રાઇમ બ્રાંચના  પીઆઇ વી.કે.ગઢવીના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ પી.બી.જેબલીયા, હેડ કોન્સ. વિક્રમભાઇ ગમારા, અંશુમાનભા ગઢવી, ક્રિપાલસિંહ જાડેજા, જીજ્ઞેશભાઇ મારૂ, કોન્સ.પ્રતાપસિંહ મોયા તથા દેવાભાઇ ધરજીયા સહિત પેટ્રોલીંગમાં હતા. ત્યારે હેડ કોન્સ. વિક્રમભાઇ અને કોન્સ. દેવાભાઇને મળેલી બાતમીના આધારે ગત તા. ૨૯/૧માં ના રોજ મવડી ઉદયનગર -૧ શેરી નં.૧માં શારદાનગર મેઇન રોડ પરથી જીજે.૩જેસી૨૬૯૧ નંબરની બોલેરો અને જીજે ૩સીઆઇ૮૦૦૨ નંબરની ફોર્ડ ફીપેસ્ટા કારમાંથી રૂ. ૧,૨૯,૦૮૦ની કિંમતની દારૂની ૩૨૦ બોટલ કબ્જે કરાઇ હતી. આ ગુનામાં નાસતા ફરતા આરોપી યજ્ઞેશ્વર ઉર્ફે ગણીયો હરેશભાઇ બાઇત (ઉવ.૨૦) (રહે. મધુરમ એપાર્ટમેન્ટ બ્લોક નં. -૨ અમરનગર રોડ જેતપુર)ને પકડી લીધો હતો. તેની પુછપરછમાં ફોડ ફીપેસ્ટાકાર પોતાની હોવાનું અને બોલેરો ઉદયનગર -૧ના જયપાલસિંહ મહિપતસિંહ ઝાલાની હોવાનું જણાવ્યું હતું. તેમજ આ દારૂનો જથ્થો જયપાલસિંહ ઝાલાએ મંગાવ્યો હોવાની કબુલાત આપતા પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે.

(2:41 pm IST)