Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

સામાકાંઠે આધુનિક ઇન્ડોર સ્ટેડિયમ બનાવો

મ.ન.પા.ના આગામી બજેટમાં રમત-ગમત માટે સુવિધા આપવા પૂર્વ કોર્પોરેટર મુકેશ રાદડીયાની મ્યુ. કમિશનર ઉદિત અગ્રવાલને લેખીત રજુઆત

રાજકોટ, તા. ૧ર : મ.ન.પા.ના આગામી વર્ષ ર૦ર૧ ના બજેટમાં શહેરના ઉપલા કાંઠે ઇન્ડોર સ્ટડીયમ ફાળવવા વોર્ડ નં. ૬ના પૂર્વ કોર્પોરેટર મુકેશ રાદડીયાએ મ્યુ. કમિશનરને પત્ર પાઠવી રજુઆત કરી છે.

આ અંગે મુકેશ રાદડીયા એ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતુ કે શહેરમાં જેટ ગતિએ વિકાસ થઇ રહ્યો છે ત્યારે રાજકોટ શહેરના ઉપલા કાંઠા વિસ્તાર તરીકે ઓળખાતા વોર્ડ  નંબર ૪,પ,૬,૧પ માં અંદાજિત ૩ લાખથી વધુ લોકો વસવાટ કરે છે આ ત્રણ લાખ નાગરિક માટે રમત-ગમત તથા શારીરિક તંદુરસ્તી માટે ઉપલા કાંઠે આધુનિક ઇન્ડોર સ્ટેડિયમ હોવું જોઇએ એવી માંગણી છે.

આવનારા-ર૦ર૧ ના બજેટમાં ઉપલા કાંઠા વિસ્તાર એટલે કે વોર્ડ નંબર ૪,પ,૬,૧પમાં આધુનિક ઇન્ડોર સ્ટડીયમ માટે બજેટમાં આર્થિક ફાળવણી થાય અને ઉપલા કાંઠે ઇન્ડોર સ્ટેડિયમ બને તો ઉપલા કાંઠા વિસ્તારનું યુવાધન રમત-ગમત પ્રત્યે આકર્ષીત અને પ્રોત્સાહિત થાય અંતમાં શ્રી રાદડીયાએ જણાવ્યું હતું કે, ઉપલા કાંઠે ઇન્ડોર સ્ટડીયમ બને તો યુવાઓની સાથે સાથે મહિલાઓ યુવાની વટાવી ચુકેલા લોકો તથા વૃદ્ધો પણ ઇન્ડોર ગેમ માટે દૂર-દુર સુધી ન જવું પડે જેથી સમય તથા પૈસાની પણ બચત થશે. આથી ર૦ર૧ ના બજેટમાં ઉપલા કાંઠે આધુનિક ઇન્ડોર સ્ટડીયમ ફાળવવા માંગણી કરી છે.

(2:40 pm IST)