Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

વેધરએનાલીસ્ટ અશોકભાઈ પટેલની તા.૧૪ થી ૨૧ માર્ચ સુધીની આગાહી

કાલથી ગરમી વધશેઃ પારો ૪૦ ડીગ્રીની રેન્જમાં પહોંચશે

તા.૧૫ થી ૧૭ (સોમ થી બુધ) ૩૮ થી ૪૦, તા.૧૮ થી ૨૧ (ગુરૂ થી રવિ) ફરી તાપમાન ૩૭ થી ૩૮ ડીગ્રીની રેન્જમાં : સાંજના સમયે પવનનું જોર વધશેઃ તા.૧૮ થી ૨૧ કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં ઝાકળ પણ જોવા મળશે

રાજકોટઃ આવતીકાલથી ગરમીમાં વધારો થશે. આવતા સપ્તાહના પ્રારંભે જ પારો ૩૮ થી ૪૦ ડીગ્રીની રેન્જમાં પહોંચી જશે. ત્યારબાદ સપ્તાહના અંત સુધી મહતમ તાપમાન ૩૭ થી ૩૮ ડીગ્રી વચ્ચે જોવા મળશે. તો આવતા સપ્તાહ દરમ્યાન ખાસ કરીને સાંજના સમયે પવનનું જોર પણ જોવા મળશે. તો અમુક દિવસે ઝાકળનું પ્રમાણ પણ રહેશે. તેમ વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે જણાવ્યું હતું.

તેઓએ જણાવેલ કે હાલમાં મહતમ તાપમાન છેલ્લા બે દિવસથી આંશિક ઘટાડો નોંધાયો છે. મહતમ તાપમાન ૩૬ થી ૩૮ની રેન્જમાં હતું. જેમ કે અમદાવાદ ૩૭, રાજકોટ ૩૬.૮, કેશોદ ૩૭, ભુજ ૩૬.૭, હાલમાં નોર્મલ ૩૫ ડીગ્રી આસપાસ ગણાય જે આગાહી સમયમાં નોર્મલ ૩૬ ડીગ્રી થઈ જશે.

વેધરએનાલીસ્ટ શ્રી અશોકભાઈ પટેલે તા.૧૪ થી ૨૧ માર્ચ સુધીની આગાહી કરતાં જણાવેલ કે આવતીકાલથી મહતમ તાપમાનમાં ફરી વધારો જોવા મળશે. ગરમ સેન્ટરોમાં તાપમાન ૩૭ થી ૩૯ની રેન્જમાં આવી જશે.

તેઓએ જણાવેલ કે તા.૧૫, ૧૬ ૧૭ (સોમ, મંગળ, બુધ) દરમ્યાન તાપમાન ૩૮ થી ૪૦ની રેન્જમાં આવી જશે. તા.૧૮, ૧૯, ૨૦, ૨૧ ફરી તાપમાન ૩૭, ૩૮ ડીગ્રીની રેન્જમાં પહોંચી જશે.

જયારે પવનો તા.૧૪, ૧૫ના ફરતા પવનો નોર્થ વેસ્ટ, પશ્ચિમના, બાદના દિવસો નોર્થ વેસ્ટ અને વેસ્ટના ફૂંકાશે. આગાહીના પ્રથમ બે દિવસ ૧૦ થી ૨૦ કિ.મી. ઝાટકાના પવન કયારેક ૨૫ કિ.મી. બાદના આગામી દિવસોમાં પવનની ગતિમાં કયારેક ૩૫ કિ.મી. ની ઝપડે પહોંચી જાય. મુખ્યત્વે પવનની ઝડપ સાંજના સમયે રહેશે.

આગાહી સમયમાં પશ્ચિમી પવનો હોવાથી સવારે ભેજનું પ્રમાણ તા.૧૬, ૧૭ના વધુ રહેશે.

જેથી દ્વારકા બાજુ સામાન્ય ઝાકળ બાદ તા.૧૭ થી ૨૧માં કચ્છ અને પશ્ચિમ સૌરાષ્ટ્રમાં મધ્યમ ઝાકળ, એકાદ બે દિ વધુ ઝાકળ જોવા મળશે.

(2:15 pm IST)