Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

રાજકોટ જીલ્લામાં નવા ૧પ વીજ સબ સ્ટેશન કાર્યરત

(અશ્વિન વ્યાસ દ્વારા) ગાંધીનગર, તા. ૧૩ :  રાજકોટ જિલ્લામાં કાર્યાન્વિત નવા વીજ સબ સ્ટેશનો અંગે વિધાનસભા ગૃહમાં ઉપસ્થિત કરવામાં આવેલ પ્રશ્ન સંદર્ભ ઉર્જા મંત્રી સૌરભ પટેલે જણાવ્યું હતું કે તા. ૩૧-૧ર-ર૦ ની સ્થિતિએ છેલ્લા બે વર્ષમાં રાજકોટ જીલ્લામાં નવા ૧પ વીજ સબસ્ટેશનો કાર્યાન્વિત કરવામાં આવ્યા છે.

રાજકોટ જિલ્લામાં કાર્યાન્વિત નવા વીજ સબસ્ટેશનો પાછળ રૂ. ૭૧પ૦.રર લાખનો ખર્ચ પણ કરવામાં આવેલ છે. રાજય સરકાર દરેક ઘર વપરાશમાં વીજ પુરવઠો પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે સતત પ્રયત્નશીલ છે. અને રહેશે. રાજયમાં વીજ પુરવઠો પુરતા પ્રમાણમાં મળી રહે તે માટે સરકારના પ્રયત્નો સતત ચાલુ રહે છે.

(12:45 pm IST)