Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

અમાસ અને શનિવારનો સંયોગઃ શનિદેવ મંદિરે ભાવીકોની ભીડ

હવન, મહાઆરતી, પૂજન, અર્ચન, ધુન, ભજન, કિર્તન, મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો કોરોનાની ગાઇડ લાઇન મુજબ યોજાયા

રાજકોટ, તા., ૧૩: આજે શનીવાર અને અમાસનો સંયોગ સર્જાયો છે. આજે રાજકોટ સહીત સૌરાષ્ટ્ર-કચ્છમાં શનીદેવ મંદિરોમાં ભાવીકોની ભીડ જામી હતી. હવન, મહાઆરતી, પૂજન, અર્ચન, ધુન, ભજન, કિર્તન, મહાપ્રસાદ સહીતના કાર્યક્રમો કોરોનાની ગાઇડ લાઇન મુજબ યોજાયા હતા. શનિદેવ મંદિરોમાં દિવસભર શ્રધ્ધાળુઓની ચહલપહલ  દેખાશે. તેમજ મહાઆરતી બુંદીના લાડુની પ્રસાદી સાથે જ સાંજના સુમારે કેટલાક મંદીરોમાં હવન જેવા વિશેષ કાર્યક્રમો યોજાશે. શનીવાર અને અમાસના પુણ્યકારક સંયોગમાં શનીદવ મહારાજની આરાધના ફળદાયી હોય શનીદેવ મંદિરોમાં ઉજવણીની ઝલક દેખાશે. શનીદેવ  મંદિરોમાં શની અમાવસ્યાને લઇને વિશેષ પુજા, આરતીના આયોજનોની ઝાકમઝોળ દેખાશે.

શનીવાર અને અમાસ એક સાથે હોય એ દિવસ મહાદેવ, ભગવાન શંકરનો દિવસ ગણી લેવાય છે. આ શુભ દિવસે શનીદેવ મહારાજની પુજા ફળદાયી નીવડે છે. ૧૩ માર્ચના શનીવારે અમાસની સ્થિતિ પડે છે. જેથી શની અમાવસ્યાનો પુણ્યકારક યોગ બને છે. જે વ્યકિતઓને જન્મના શની મહારાજ નબળા હોય જેમનો જન્મ અમાસના દિવસે થયો હોય તેમને પુજન-અર્ચન જપ કરાવાય છે.

આજે શનીદેવ મંદિરોમાં વિશેષ પુજા-અર્ચના, આરાધના કરવી જોઇએ. આ સાથે જ શહેરમાં આવેલા શની મહારાજના મંદિરોમાં દિવસભર ભકતોની ભીડ દેખાશે. શની અમાસને કારણે કેટલાક જાણીતા શનીદેવ મંદિરોમાં વિશેષ કાર્યક્રમો યોજાય છે. ખાસ કરીને સાંજના સુમારે હવન સાથે બુંદીના લાડુની પ્રસાદી આપવામાં આવે છે.

(12:45 pm IST)