Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

રમતાં-રમતાં ગૂમ થયેલા મજૂર પરિવારના સાત વર્ષના દિકરાને યુનિવર્સિટી પોલીસે શોધી કાઢ્યો

ટેણીયો સુઇ ગયો હતોઃ વર્ણનને આધારે ઓળખાયોઃ પરિવારે પોલીસનો આભાર માન્યો

રાજકોટઃ યુનિવર્સિટી રોડ પ્રશિલ ગેઇટની સામે આવેલી ઝૂપડપટ્ટીમાં રહેતાં મજૂર પરિવારનો ૭ વર્ષનો દિકરો સાંજે રમતાં રમતાં ગાયબ થઇ જતાં યુનિવર્સિટી પોલીસની ટીમે બનાવને ગંભીર ગણી ઠેકઠેકાણે તપાસ શરૂ કરી હતી. અંતે બાળક હેમખેમ મળી આવતાં બાળકને તેના માતા-પિતાને સુપરત કરવામાં આવતાં તેણે પોલીસની ઝડપી કાર્યવાહીને બિરદાવી હતી અને અભિનંદન આપ્યા હતાં. કન્ટ્રોલ રૂમમાંથી કોલ મળ્યો હતો કે પ્રશિલ પાર્ક સામેની ઝૂપડપટ્ટીમાંથી બાળક ગૂમ થયેલ છે. તે સાથે જ ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી પી. કે. દિયોરાની સુચના મુજબ પીઆઇ એ. એસ. ચાવડા, પીએઅસાઇ એ. બી. જાડેજા, રાજેશભાઇ મિંયાત્રા, હરપાલસિંહ જાડેજા, મહેન્દ્રસિંહ ડોડીયા, યુવરાજસિંહ ઝાલા, જયંતિગીરી ગોસ્વામી, મુકેશભાઇ ડાંગર, અજયભાઇ ભુંડીયા, કૃષ્ણદેવસિંહ ઝાલા, બ્રિજરાજસિંહ ગોહિલ, અલ્પેશભાઇ અવાડીયા સહિતે અલગ-અલગ ટીમો બનાવી હતી અને દોડધામને અંતે બાળકને શોધી તેના પરિવાર સાથે મિલન કરાવી પોલીસ પ્રજાનો મિત્ર એ સુત્ર સાર્થક કર્યુ હતું. આ બાળક ઘરેથી થોડે દૂર જઇ સુઇ ગયો હતો. વર્ણનને આધારે પોલીસ તેને શોધી શકી હતી.

(12:44 pm IST)