Gujarati News

Gujarati News

News of Saturday, 13th March 2021

રાજકોટના ત્રણ શિક્ષિત યુવાનો સાઈબર ક્રાઈમનો ભોગ બન્યા

એપ્લિકેશનના માધ્યમથી રૂપિયા કમાવા ૩૬૦૦૦૦ બેંક ટ્રાન્સફર કર્યા હતા

ગોંડલ, તા.૧૩: શિક્ષણ કાર્ય પૂર્ણ કર્યા બાદ યુવાધન રૂપિયા કમાવા ચિંતિત હોય તે સ્વાભાવિક છે ઓનલાઇન એપ્લિકેશનના માધ્યમથી રૂપિયા કમાવવાની લાલચમાં રાજકોટના ત્રણ યુવાનોને રૂ.૩૬૦૦૦૦ની મૂડી ગુમાવવાનો વારો આવ્યો છે આ અંગે સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરાઇ છે.

મૂળ ગોંડલના અને છેલ્લા દ્યણા વર્ષોથી રાજકોટ સરદાર પાર્ક ખાતે સ્થાયી થયેલા નૈમિષ વિમલભાઈ ડોબરીયા (ઉંમર વર્ષ ૨૧) તેના મિત્ર પાર્થ કાનાણી રહે સ્વાતિ પાર્ક કોઠારીયા પાસે અને ઇસાન ટીલાળા રહે પુનિત પાર્ક એ ગ્રેજયુએશન પુરુ કર્યા બાદ ઓનલાઈન ના માધ્યમથી રૂપિયા કમાવવાનો વિચાર કર્યો હતો જે માટે ઉપરોકત ત્રણ યુવાનોએ સુપર લાઈક એપ્લિકેશનની vip મેમ્બરશીપ માટે કૃપયા ૩૬૦૦૦૦ બેંક ખાતામાં ટ્રાન્સફર કર્યા હતા આ તકે યુવાનોને વિશ્વાસ આપવામાં આવ્યો હતો કે facebook, instagram જેવા સોશિયલ મીડિયા સાઇટ ઉપર ૧ like બદલ રૂપિયા ૩૦ તમને મળતા થઈ જશે એક દિવસના ઓછામાં ઓછા રૂપિયા ૧૫૦૦ થી લઈ ૩૦૦૦ રૂપિયા ની કમાણી કરી શકશો જો તમને કમાણી ન થાય તો નેકસ્ટ ડે તમને તમારા રૂપિયા પર જ કરી આપવામાં આવશે પરંતુ એક વખત યુવાનો દ્વારા રૂપિયા ૩૬૦૦૦૦ બેંક ટ્રાન્સફર કરી દેવાયા બાદ કોઈપણ જાતની આવક ન થતા યુવાનોએ તપાસ કરતા ગલ્લા તલ્લા મુજબના જવાબ મળવા લાગ્યા હતા યુવાનોને પોતે છેતરાયા હોવાનું માલુમ પડતાં વાલીવારસોને જાણકારી સાઇબર ક્રાઇમમાં ફરિયાદ નોંધાવવા તજવીજ હાથ ધરી હતી.

આ તકે યુવાનોના વાલીઓએ જણાવ્યું હતું કે સૌરાષ્ટ્ર-ગુજરાતના દ્યણા યુવાનો સાયબર ક્રાઇમનો ભોગ બન્યા છે જે નો આંકડો કરોડને પાર થઈ શકે તેવો છે.

(11:34 am IST)