Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

સૂર્યા રામપરાના શખ્સે આત્મવિલોપનની ચીમકી આપતો વિડીયો સીએમ ઓફિસને મોકલતા ગાંધીનગર 'ધણધણી' ઉઠયું

વિજય નામના દિવ્યાંગ શખ્સ દ્વારા નાયબ મામલતદાર સામે ખોટા આક્ષેપોથી કલેકટર તંત્ર ઉકળી ઉઠયું : તાબડતોબ આ શખ્સ સામે પગલા લેવા કલેકટરના આદેશોઃ સઘન બંદોબસ્ત વચ્ચે કુવાડવા પોલીસે ઘરેથી જ અટકાયત કરી

સૂર્યા રામપરાનો શખ્સ આત્મવિલોપન કરવા તાલુકા મામલતદાર કચેરીએ આવવાનો હોય પોલીસે સઘન બંદોબસ્ત ગોઠવી દીધો હતો

રાજકોટ, તા. ૧૩ :. રાજકોટ તાલુકા મામલતદાર કચેરીએ આજે રામપરા સૂર્યાનો દિવ્યાંગ શખ્સ વિજય છગન કુમારખાણીયા આપઘાત કરવાની કોશિષ કરે તે પહેલા કુવાડવા પોલીસે તેને ઘરેથી ઝડપી લેતા કલેકટર તંત્ર - પોલીસ તંત્રે રાહતનો શ્વાસ લીધો હતો.

આ ઘટનાની ચોંકાવનારી બાબત એ છે કે, આત્મવિલોપનની ચીમકી આપનાર વિજયે અગાઉ કોઈ જાહેરાત કરી ન હતી પરંતુ ડાયરેકટ સી.એમ.ને આત્મવિલોપન અંગે વિડીયો મોકલતા ગાંધીનગર સીએમ કચેરી ધણધણી ઉઠી હતી અને કલેકટર-પોલીસનું ધ્યાન દોરતા તાબડતોબ પગલા લેવાયા હતા અને વિજયની અટકાયત કરી લેવાય હતી.

મામલતદાર કચેરીમાંથી મળતી વિગતો મુજબ નોંધ માટે આત્મવિલોપનની ચીમકી આપી હતી.

તેણે ૨૦૧૩નું જુનુ સોગંદનામુ રજુ કર્યુ હતુ જે નામંજુર કરાતા આખરે આવો રસ્તો અપનાવ્યો.

આ શખ્સ અને તેના ભાઈ વચ્ચેનો મિલ્કત વહેંચણીનો પ્રશ્ન ઉદભવ્યો છે. ૭ વર્ષ જુનુ સોગંદનામુ હોય તે નાયબ મામલતદાર વિજયભાઈ વસાણી ઉપર ૨૦ હજાર માંગ્યાના ખોટા આક્ષેપો કરતા તંત્ર હરકતમાં આવી ગયુ હતું. કલેકટરે પણ આવા ખોટા આક્ષેપો સામે પગલા લેવા સૂચના આપી હતી. નાયબ મામલતદાર શ્રી વસાણીએ નવુ સોગંદનામુ કરે તો નોંધ મંજુર કરવાનું જે લખ્યુ છે તે પણ દેખાડયું હતુ, કોઈ આધાર-પુરાવા પણ ન હતા. આખરે પોલીસે આ શખ્સની અટકાયત કરી - તાલુકા મામલતદાર સમક્ષ રજૂ કર્યો હતો.

(3:52 pm IST)