Gujarati News

Gujarati News

News of Friday, 13th March 2020

પોલીસની ડ્રાઇવ યથાવતઃ ઘોડીપાસા રમતાં બે પકડાયા, ચાર ભાગી ગયાઃ દારૂ પી વાહન હંકારતા ૬, દેશી દારૂ સાથે ૬ પકડાયા

નશો કરેલી હાલતમાં ભકિતનગર પોલીસના હાથે પકડાયેલા શખ્સો

રાજકોટ તા. ૧૩: પોલીસે દારૂ-જૂગારના દરોડા, ડ્રાઇવ યથાવત રાખ્યા છે. ઢેબર કોલોનીમાં ઘોડીપાસા રમતાં બે પકડાયા હતાં, પોલીસને જોઇ ૪ ભાગી ગયા હતાં. ૬ શખ્સોને નશો કરેલી હાલતમાં પકડી લેવાયા હતાં. બે રિક્ષા પણ જપ્ત થઇ હતી. આ ઉપરાંત દેશી દારૂ સાથે મહિલા સહિત ૬ની ધરપકડ થઇ હતી. એક હદપાર પણ મળ્યો હતો.

ભકિતનગર પોલીસના દરોડા

 ઢેબર કોલોની પાસે ઝૂપડપટ્ટીમાં મનસુખભાઇ ચુડાસમાની દૂકાન સામે જાહેરમાં ઘોડીપાસાનો જૂગાર રમતાં અજય સોમાભાઇ ચુડાસમા, પ્રકાશ બાબુભાઇ સોલંકીને પકડી લેવાયા હતાં. પોલીસે દરોડો પાડતાં ઢેબર કોલોની મફતીયાપરામાં રહેતા ત્રણ શખ્સો ભરત પુંજાભાઇ ચુડાસમા, ગીગા બાબુભાઇ સોલંકી, સંજય માવજીભાઇ ચુડાસમા તથા હસમુખ ઉર્ફ હસુ ભનાભાઇ સોલંકી ભાગી ગયા હતા. પીઆઇ વી. કે. ગઢવીની સુચના હેઠળ પીએસઆઇ પી. બી. જેબલીયા, હેડકોન્સ. વિક્રમભાઇ, રણજીતસિંહ, મહેન્દ્રસિંહ, હિરેનભાઇ, કોન્સ. ભાવેશભાઇ, વાલજીભાઇ, મનિષભાઇ, હિતેષભાઇ, રાજેશભાઇ, મેહુલભાઇ સહિતનાએ દરોડો પાડ્યો હતો. પકડાયેલા શખ્સો પાસેથી રૂ. ૧૧૨૦૦ની રોકડ અને ચાર નંગ ઘોડીપાસા કબ્જે લેવાયા હતાં.

ઉપરોકત ટીમે જ પેટ્રોલીંગ દરમિયાન શહેઝાદ હનીફભાઇ ઝુલાણી (ઉ.૨૪-રહે. દુધસાગર રોડ, ગુ.હા. બોર્ડ કવાર્ટર) તથા કૈલાસ દેવરાજભાઇ ચારણ (ઉ.૨૪-રહે. ઘનશ્યામનગર) અને મહેન્દ્ર દિનેશભાઇ સુરાણી (ઉ.૨૪-રહે. રાજનગર-૨)ને અલગ-અલગ જગ્યાએથી દારૂ પી નીકળતાં પકડી લીધા હતાં. પોલીસે બે ઓટો રિક્ષા જીજે૦૩એયુ-૦૭૭૦ તથા જીજે૦૧બીયુ-૧૬૯૭ પણ કબ્જે લીધી હતી.

સદરનો નિલેષ દારૂ પી વાહન હંકારતા પકડાયો

જ્યારે સદર બજાર ધોબી શેરીના નિર્દીપ ઉર્ફ નિલેષ તલકસિંહ ચોૈહાણ (ઉ.૩૪)ને દારૂ પી કીટીપરા નજીક ડો. મોટવાણીના દવાખાના પાસેથી ટુવ્હીલર હંકારીને નીકળતાં પીએસઆઇ કે. ડી. પટેલ તથા વિરદેવસિંહ જાડેજાએ પકડી લીધો હતો.

રાકેશ પણ દારૂ પી ટુવ્હીલર હંકારતા પકડાયો

પંચાયતનગર મેઘાણી ટાવર ફલેટ બી-૮૦૨માં રહેતો રાકેશ મનસુખભાઇ સોલંકી (ઉ.૪૩) દારૂ પી ટુવ્હીલર હંકારી સાધુ વાસવાણી રોડ પરથી નીકળતાં હેડકોન્સ. બી.ડી. ચુડાસમા, પીએસઆઇ એમ. વી. રબારી સહિતે પકડ્યો હતો.

મનસુખ દારૂ પી કાર હંકારતા ધરપકડ

જ્યારે ગોવિંદનગર-૭નો મનસુખ પરષોત્તમભાઇ કોરાટ દારૂ પી ઇકો કાર જીજે૩કેએચ-૯૨૨૬ હંકારી વગડ ચોકડીએથી નીકળતાં તાલુકા પોલીસે ધરપકડ કરી હતી.

હદપાર સાજીદ પકડાયો

રસુલપરામાં રહેતો સાજીદ હયાતખાન બ્લોચ (ઉ.૩૨) હદપાર હોવા છતાં તેના ઘર નજીક આવતાં તાલુકા પીએસઆઇ એન. ડી. ડામોર અને અરજણભાઇ ઓડેદરાએ પકડી લીધો હતો.

દેશી દારૂના દરોડા

નવયુગપરા-૪ની હીરી જીવરાજ ભટ્ટી પાસેથી એ-ડિવીઝનના હારૂનભાઇ ચાનીયા અને કોન્સ. હાર્દિકસિંહ પરમારે રૂ.૮૦નો દારૂ કબ્જે કર્યો હતો. સાંજનો સમય હોઇ ધરપકડ બાકી રખાઇ હતી. વાંકાનેર અમરસરના વિશાલ નાનજીભાઇ સિતાપરાને કુવાડવા રોડ લાલપરી પાસેથી હેડકોન્સ. વિરમભાઇ ધગલ અને કોન્સ. હેમેન્દ્રભાઇ વાધીયાએ રૂ. ૧૬૦ના દારૂ સાથે પકડી લીધો હતો. કુબલીયાપરા ચંદ્રીકા પાન પાસેથી ભરત હરિભાઇ જાડેજાને રૂ. ૪૦ના દારૂ સાથે હેડકોન્સ. એ. જી. પરમાર અને કનુભાઇ ઘેડએ પકડયો હતો. જ્યારે કુબલીયાપરાના મંગલ બાબુભાઇ મકવાણાને સોરઠીયા વે બ્રીજ પાસેથી હેકડોન્સ. મહેન્દ્રસિંહ ડોડીયા અને કોન્સ. મેહુલભાઇ ડાંગરે રૂ. ૩૦૦ના દેશી દારૂ સાથે પકડ્યો હતો. નાના મવા રોડ દેવનગર-૩ના મેહુલ આલજીભાઇ વોરાને લક્ષ્મીનગર શાક માર્કેટ પાસેથી રૂ. ૨૨૦ના દેશી દારૂ સાથે પકડી લેવાયો હતો. તેમજ મઘરવાડાના હાલ ગંગોત્રી પાર્કમાં રહેતાં રાજેશ કેશુભાઇ દુધરેજીયાને રૂ. ૧૦૦ના દારૂ સાથે યુનિવર્સિટીના હેડકોન્સ. જયંતિભાઇ સોંદરવાએ પકડ્યો હતો.

સોલવન્ટ ફાટક પાસેથી ભરતદાન છરી સાથે પકડાયો

જ્યારે ગોંડલ રોડ શ્રી હરિ સોસાયટીમાં રહેતો ભરતદાન ઉર્ફ ખુમદાન ભીમદાન દેથામારૂ છરી સાથે કોઠારીયા સોલવન્ટ ફાટક પાસેથી નીકળતાં એએસઆઇ આર. જે. જાડેજા અને યોગરાજસિંહ જાડેજાએ પકડી લીધો હતો.

(3:46 pm IST)