Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

શહેરમાં પબજી રમતા વધુ ત્રણ શખ્સને એસઓજીએ દબોચ્યા

રાજકોટ તા ૧૩ :  શહેરમા ગાંધીગ્રામ પોલીસ અને તાલુકા પોલીસે પબજી ગેમ રમતાં વિસ્તારમાં સવારે પબજી રમતા ૭ શખ્સોને પકડી લીધા બાદ શહેર એસઓજીએ પણ વધુ ત્રણને પકડી લીધા છે.

 શહેર એસઓજી પીઆઇ પો. ઇન્સ. આર. વાય. રાવલ ની રાહબરી હેઠળ  પીએસઆઇ એચ.એમ. રાણા, ધર્મેન્દ્રસિંહ, જયંતિગીરી, નિખીલભાઇ પિરોજીયા, ચેતનસિંહ ગોહિલ, યુવરાજસિંહ જાડેજા  તથા એસ.ઓ.જી. ટીમ દ્વારા શહેર વિસ્તારમાં પેટ્રોલીંગ ચાલતુ હતું તે દરમ્યાન પો.હેડ કોન્સ. મનરૂપગીરી ગોસ્વામી તથા પો.કોન્સ. ગિરીરાજસિંહ ઝાલા તથા અનિલસિંહ ગોહીલને મળેલી બાતમી આધારે રૈયા ચોકડી તેમજ ગેલેકસી ટોકીઝ પાસેથી મોબાઇલ ફોનમાં પ્રતિબંધીત પબજી ગેમ રમી રહેલા ચીરાગભાઇ પરસોતમભાઇ સાકરીયા (ઉ.વ.૨૨-રહે. ડોડીયાળા તા. જસદણ),  યાકુબ અકબરભાઇ પઠાણ (ઉ.વ.૧૯- રહે. જંગલેશ્વર હુશેની ચોક શેરી નં. ૯) તથા રમીઝ રમજાનભાઇ ફુલાણી (ઉ.૨૦-રહે. જંગલેશ્વર હુશેની ચોક-૧૧/૧૨)ને પકડી લઇ મોબાઇલ ફોન કબ્જે લેવાયા હતાં.

(4:20 pm IST)