Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

કાલે ''વર્લ્ડ કિડની ડે''

બી.ટી.સવાણી કિડની હોસ્પિટલ દ્વારા લોકજાગૃતિ આયોજન

રાજકોટ તા.૧૩: ઇન્ટરનેશનલ સોસાયટી ઓફ નેફ્રોલોજી (આઇ.એસ.એન.) દ્વારા વર્લ્ડ કિડની દિવસની ઉજવણી દર વર્ષે માર્ચ મહિનાના બીજા ગુરૂવારના રોજ સમગ્ર વિશ્વમાં લોકોને કિડની અને તેને લગતા રોગો વિશે જાગૃત કરવા માટે ઉજવવામં આવે છે. આ બાબતે દર વર્ષે એક ચોક્કસ અભિયાન સાથે આ દિવસ ઉજવવામાં આવે છે. આ વર્ષનું અભિયાન ''Kidney Health for Everyone Everywhere'' આઇ.એસ.એન. દ્વારા નક્કી કરવામાં આવ્યું છે.

લોક જાગૃતિના આ અભિયાન માટે વર્ષોથી સૌરાષ્ટ્ર-કચ્છની શિરમોર નહી નફો-નહી નુકશાનના ધોરણે દર્દીઓની સેવા કરતી બી.ટી.સવાણી કિડની હોસ્પિટલ દ્વારા કિડનીના રોગોથી બચવા માટે વર્લ્ડ કિડની દિવસ નિમિતે જન જાગૃતિ આયોજનો કરવામાં આવેલ છે.

તા. ૧૪-૩-૨૦૧૯ના રોજ કિડની જન જાગૃતિ આયોજન સવારે ૬.૩૦ કલાકે,બાલભવન ગેઇટ, કિશાનપરા ચોક, રાજકોટ

હોસ્પિટલમાં કિડનીની જનજાગૃતિ માટેનું પોસ્ટર પ્રદર્શન-સવારે ૧૦ થી બપોરે ૫ વાગ્યા સુધી, યુરોલોજીસ્ટ અને નેફ્રોલોજીસ્ટ ડોકટર દ્વારા કિડની રોગ વિશે વાર્તાલાપ અને પ્રશ્નોતરી બપોરે ૪ વાગે જુના અને નવા કેસની તપાસ સવારે ૯.૩૦ થી ૧૨.૩૦ અને બપોરે ૪.૩૦ થી ૬.૩૦ દરમિયાન વિનામુલ્યે યોજાશે.

(4:05 pm IST)