Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

વેરા શાખા આક્રમકઃ જુના રાજકોટમાં ૭ મિલ્કત ધારકોના નળ કપાત

સ્વાતીપાર્ક, ભગવતીપરા, પેડક રોડ, નવાગામ સહિતનાં વિસ્તારોમાં કડક કાર્યવાહી :કરતા રૂ.૧૩.૪૭ લાખની વસુલાતઃ સેન્ટ્રલઝોન વિસ્તારમાં ૧૨ મિલ્કતને જપ્તિની નોટીસ

રાજકોટ તા.૧૩: મ્યુ.કોર્પોરેશનની આવકનો મુખ્ય સ્ત્રોત એવી વેરાશાખાને ચાલુ નાણાકિય વર્ષ ૨૦૧૮-૧૯નો રૂ. ૨૨૫ કરોડનો લક્ષ્યાંક પૂર્ણ કરવા માટે બાકી વેરો વસુલવા દરરોજ ઉપરોકત ત્રણેય ઝોનના વિવિધ વિસ્તારોમાં સીલીંગ, નળ કપાત, મિલ્કત જપ્તીની નોટીસ સહિતની કડક કાર્યવાહી કરવામાં આવી રહી છે. જે અન્વયે આજે વેરા શાખા દ્વારા રેવન્યુ સોસાયટી, આંબેડકરનગર સહિતનાં વિસ્તારોમાં ૭ નળ કનેકશન કપાત તથા સેન્ટ્રલ ઝોનમાં ૧૨ મિલ્કતને જપ્તીની નોટીસ પાઠવવામાં આવી છે. આજે બે ઝોનમાં ૧૮ લાખની વસુલાત થવા પામી છે.

સેન્ટ્રલ ઝોન

સેન્ટ્રલઝોનની વેરા શાખા દ્વારા બાકી વેરો વસુલવા રેવન્યુ સોસાયટીમાં ૩ , આંબેડકરનગર, રાધાકૃષ્ણનગર માં ૩ સહિત કુલ ૭નાનળ કનેકશન કપાત કરવામાં આવ્યા હતા. તેમજ રાજલક્ષ્મી સોસાયટી, નારાયણનગર એરીયા, સહકાર સોસાયટી સહિતનાં વિસ્તારોમાં ૧૨ મિલ્કતને જપ્તિની નોટીસ પાઠવવામાં આવીછે. આજે કુલ રૂ.૩.૯૩ની વસુલાત થવા પામી છે.

આ કામગીરી આસી. મેનેજર રાજીવ ગામેતી, વોર્ડ ઓફીસરઆરતીબેન નિમ્બાર્ક, હેમાન્દ્રીબા ઝાલા, કેતન સંચાણિયા તથા ટેકસ ઇન્સપેકટરી મુકેશભાઇ ખંધેડીયા, નિતિનભાઇ ખંભોળિયા, જયોતિભાઇ ખંભોળિયા તથા વોર્ડ કલાર્ક દ્વારા આસી. કમિશ્નરશ્રી કગથરા ના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી.

પુર્વ ઝોન

પુર્વ ઝોનની વેરા શાખા દ્વારા નવાગામ, જુનો મોરબી રોડ, પેડક રોડ, કનક નગર, સદગુરૂ કોમ્પલેક્ષ, ચુનારવાડ, ભગવતી, મેહુલનગર, નીલકંઠ  નગર, સ્વાતી પાર્ક, શ્રી હરી સહિતનાં વિસ્તારમાં કુલ ૭૮ મિલ્કતનો બાકી વેરો વસુલવા કડક કાર્યવાહી કરતા આજે રૂ. ૧૩.૪૭ લાખની આવક થવા પામી હતી.

આ કામગીરી આસિ. કમિશનર (પૂર્વ ઝોન), આસી મેનેજર(પૂર્વ ઝોન) એમ.ડી.ખીમસુરીયાની સુચના અને સીધા માર્ગદર્શન હેઠળ વોર્ડ ઓફીસરશ્રી ની હાજરીમાં વોર્ડ ઇન્સ્પેકટર, બી.આઇ.ભટ્ટઅને એચ. કે. કાપડીયા વિ. દ્વારા આસી. કમિશ્નરશ્રીના માર્ગદર્શન હેઠળ કાર્યવાહી કરવામાં આવી.

(4:04 pm IST)