Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

ડિઝાઇન જોવાના બહાને સોનાના દાગીના તફડાવી જતી ઠગ ટોળકી પકડાઇ : ગોંડલના ત્રણ ગુન્હાનો ભેદ ખુલ્યો

અનેક ગુન્હાઓનો ભેદ ખુલે તેવી શકયતા : રૂરલ એસઓજીના પીઆઇ પલ્લાચાર્ય તથા ટીમને સફળતા

રાજકોટ તા. ૧૩ : ડિઝાઇન જોવાના બહાને સોનાના દાગીના તફડાવી જતી ઠગ ટોળકીને રૂરલ એસઓજીએ ઝડપી લેતા અનેક ગુન્હાઓનો ભેદ ખૂલે તેવી વકી છે.

પ્રાપ્ત વિગતો મુજબ રૂરલ એસઓજીના પીઆઇ પલ્લાચાર્ય તથા ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે શંકાસ્પદ હાલતમાં નીકળેલ શખ્સોને દબોચી લઇ તલાશી લેતા તેના કબ્જામાંથી દાગીના મળી આવતા આ અંગે તેની કડક પૂછપરછ કરતા ચોરાઉ દાગીના હોવાની કબુલાત આપી હતી.

પકડાયેલ શખ્સોએ ડિઝાઇન જોવાના બહાને સોનાના દાગીના માગી તફડાવી જતા હોવાની કેફીયત આપી હતી. આ ઠગ ટોળકીએ ગોંડલમાં મુકુંદરાય ઇશ્વરલાલ પારેખના ઘરેથી ડિઝાઇન જોવાના બહાને ૧૦ તોલાના સોનાના દાગીના તેમજ ગોંડલના રહેતા ભારતીબેન નવિનચંદ્ર ભટ્ટ અને ઉજીબેન ગાંડુભાઇ કુંજડીયાના ઘરેથી પણ આવી જ રીતે બે લાખના દાગીના તફડાવી લઇ છેતરપીંડી કર્યાની કબુલાત આપી હતી. પકડાયેલ ઠગ ટોળકીની પૂછપરછ ચાલુ છે. અન્ય ગુન્હાનાનો પણ ભેદ ખુલે તેવી વકી છે.

(3:50 pm IST)