Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

મોબાઇલમાં આઇ.ડી. બનાવી તીન પતીનો જુગાર રમતા ૩ ઝડપાયા

રાજકોટ : શહેર પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ તથા જોઇન્ટ કમિશનર સિધ્ધાર્થ ખત્રીની સુચનાથી ક્રાઇમ બ્રાંચના પી.આઇ. એચ.એમ. ગઢવી ના માર્ગદર્શન હેઠળ પી.એસ.આઇ.એ.એસ. સોનારા, હેડ કોન્સ. સમીરભાઇ શેખ, અનીલભાઇ સોનારા, નિલેશભાઇ ડામોર, અજીતસિંહ પરમાર, મહેશભાઇ મંઢા, હરદેવસિંહ રાણા તથા નિશાંતભાઇ પરમાર સહિત પેટ્રોલીંગમાં હતા ત્યારે અનીલભાઇ, મહેશભાઇ અને હરદેવસિંહને મળેલી બાતમીનામ આધારે ફુલછાબ ચોક પાસે જાહેરમાં મોબાઇલ ફોનમાં ' મસ્તાન ગેલેકસી' નામની ઓન લાઇન આઇ.ડી. બનાવી તીનપતીનો જુગાર રમતા નિરજ ભરતભાઇ તલરેજા (ઉ.વ.૨૨) (રહે. જંકશન કો.ઓપ. સોસાયટી શેરી નં.૮), ગોૈતમ કીરીટભાઇ શીંગાળા (ઉ.વ ૩૨) (રહે. કાલાવડ રોડ, રંગોલી પાર્ક ઓ વીંગ બ્લોક નં. ૯૦૪),દર્પણ જયસુખભાઇ પુજારા (ઉ.વ.૩૨) (રહે. આર.કે.રેસીડન્સી ફલેટ નં. ૪૦૧, બજરંગ વાડી સર્કલ પાસે) ને પકડી લઇ રૂા ૩૩૧૦ રોકડ તથા રૂ ૫૩ હજારના ત્રણ મોબાઇલ સહીતની મતા કબજેકરી હતી જયારે બજરંગવાડીનો સરફરાજ ઉર્ફે રાજુ અલવાણી નાશી જતા તેની શોધખોળ આદરી છે.

(3:49 pm IST)