Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

ભાજપ લઘુમતી મોરચામાં ઉપપ્રમુખ તરીકે હુસેન માંડરીયા, ફીરોઝ ડેલા, અને મંત્રી ઇબ્રાહીમ સોનીની વરણી

રાજકોટઃ તા.૧૩, આગામી સમયમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે. ત્યારે પાર્ટીના સંગઠનનો વ્યાપ વધે તે માટે શહેર ભાજપ લઘુમતી મોરચાના પ્રભારી આસીફ સલોત, પ્રમુખ હારૂન શાહમદાર, મહામંત્રી યાકુબ પઠાણ, વાહીદ સમા એ શહેર ભાજપ પ્રમુખ કમલેશ મીરાણી સાથે વિચાર-વિર્મશ કરી શહેર ભાજપ લઘુમતી મોરચાના ઉપપ્રમુખ તરીકે હુસેન માંડરીયા, ફીરોઝ ડેલા અને મંત્રી તરીકે ઇબ્રાહિમ સોનીની વરણી કરવામાં આવેલ હતી.

આ વરણીને શહેર ભાજપ પ્રમુખ કમલેશ મિરાણી મહામંત્રી દેવાંગ માંકડ, જીતુ કોઠારી, કિશોર રાઠોડે આવકારી અભિનંદન આપ્યા હતા.

(3:48 pm IST)