Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

ચૂંટણી કામગીરીમાંથી યુનિ.ના અધ્યાપકોને મુકત રાખોઃ કલેકટરને આવેદન

રાજકોટ તા.૧૩: સૌરાષ્ટ્ર યુનિ. વિસ્તાર અધ્યાપક મંડળે કલેકટરને આવેદનપત્ર પાઠવી લોકસભા -૨૦૧૯ની ચૂંટણી પ્રક્રિયામાંથી યુનિવર્સિટી અને કોલેજનાં અધ્યાપકોને મુકત રાખવા માંગણી કરી હતી.

આવેદનમાં ઉમેર્યું હતું કે, સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની જુદી-જુદી કોલેજમાં ફરજ બજાવતાં અધ્યાપકોને ચૂંટણી પ્રક્રિયાની કામગીરીમાં જોડવામાં આવતા હોય છે.

અધ્યાપકો યુનિવર્સિટી દ્વારા યોજાતી પરીક્ષાની કામગીરીમાં જોડાયેલા હોય છે. જુદી-જુદી કોલેજોમાં પ્રેકટિકલ પરીક્ષા યોજવાની હોય છે, પરિણામે આ સમય દરમ્યાન ચૂંટણીની કામગીરી કરવાની થાય છે, ત્યારે વિદ્યાર્થીઓનાં શિક્ષણ ઉપર ખૂબ જ અસર થતી હોય છે. વિદ્યાર્થીઓનાં શિક્ષણને ધ્યાનમાં રાખીને તાજેતરમાં મહારાષ્ટ્રમાં અને ઉતરપ્રદેશની સરકારે અધ્યાપકોને ચૂંટણી પ્રક્રિયામાંથી મુકત કરેલ છે.વધુમાં સુપ્રીમકોર્ટે પણ અધ્યાપકોને ચૂંટણી પ્રક્રિયામાં જોડવા નહીં, તેવો ચુકાદો આપેલ છે ત્યારે આ સંદર્ભે અમે આપશ્રીને વિનંતી કરીએ છીએ કે અધ્યાપકો પણ જુદી જુદી પરીક્ષાઓની કામગીરીમાં જોડાયેલા છે ત્યારે તેમને લોકસભા-૨૦૧૯ની ચૂંટણી પ્રક્રિયામાંથી મુકત કરવામાં આવે તેમ રજુઆતમાં ક્રિપાલસિંહ પરમાર, ડો. એન.એમ. ડોડીયા વગેરે જોડાયા હતા.

(3:47 pm IST)