Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

જીના ઇસીકા નામ હે... બોલીવૂડના શો મેન રાજકપુરના હીટ ગીતોનો શનિવારે કાર્યક્રમ

રાજકોટઃ તા.૧૩, ઇકો ફ્રેન્ડલી મ્યુઝીકલ ગ્રૃપ સંગીતનો એક અદ્ભુત કાર્યક્રમ તા.૧૬ ને શનિવારના રોજ  રાત્રે ૯:૩૦ વાગ્યે મણીયાર હોલ (જયુબેલી બાગ) ખાતે  ''જીના ઇસીકા નામ હે'' શિર્ષક હેઠળ યોજાયો છે. જેમા બોલીવૂડના શો મેન રાજકપુરના ફિલ્મી ગીતો રાખેલ છે.

ગાયકવૃંદમાં શ્રી એચ. કે. લીયા વોઇસ ઓફ મુકેશ, શ્રી સુનિલ શાહ, હીના કોટડીયા, ઉર્મીલા ચૌહાણ, જીજ્ઞાસા ગજજર છે. ઓરકેસ્ટ્રા શ્રી બિપીનભાઇ મકવાણા, દિપક જોશી, દિલીપ ત્રિવેદી, મુકેશ ચૌહાણ, હાર્દિક, સાજીદખાન, નુતન ભટ્ટને સાઉન્ડ આનંદ તથા એનાઉન્સર લવલી ઠકકર નવોદીત કલાકાર છે. આ કાર્યક્રમમાં રાજકપુરના ૨૫ જેટલા સુપરહિટ ગીતો ગુંજશે.

પાસ મેળવવા તેમજ વધુ માહિતી માટે આયોજકો અમિત વ્યાસ (૮૦૦૧ ૯૦૦૭) અને મુકેશ વ્યાસ ૯૯૦૯૯ ૧૨૦૧૩નો સંપર્ક કરવા યાદીમાં જણાવાયું છે. (વિક્રમ ડાભી)

(3:46 pm IST)