Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

કાલે રાજકોટમાં બ્રોકરો માટેનો સેમીનારઃ રીયલ એસ્ટેટને લગતા પ્રશ્નોની ચર્ચા

રાજકોટ પ્રોપર્ટી કન્સલ્ટસ એસોસીએશનના સભ્યો માટે : હાલ સંસ્થામાં ૭૦ સભ્યો, વર્ષમાં ચાર કાર્યક્રમોઃ નવા સભ્યોને જોડાવવા અનુરોધ

રાજકોટ,તા.૧૩: રાજકોટ પ્રોપર્ટી કન્સલન્ટસી એસોસીએશન દ્વારા આવતીકાલે તા.૧૪ના ગુરૂવારે સાંજે ૬ વાગ્યાથી હોટલ ગ્રાઉન્ડ ઠાકર ખાતે 'પેનલ ડીસ્કશન ઓન રીઅલ એસ્ટેટ' વિષય ઉપર એક સેમીનારનું આયોજન કરવામાં આવેલ છે. જેમાં બ્રોકરો રીઅલ એસ્ટેટને લગતા પ્રશ્નો અંગે ચર્ચા કરશે.

આ સેમીનારમાં સંદીપભાઈ સાવલીયા (બિલ્ડર એપલ ગ્રુપ), એમ.ડી. સાગઠીયા, લલીતભાઈ કાલાવડીયા (એડવોકેટ), ધ્રુવીકભાઈ તલાવીયા (બિલ્ડર), નલીનભાઈ ઝવેરી, સમીરભાઈ કાલરીયા (બિલ્ડર શિલ્પન શ્યામલ ગ્રુપ), ધર્મેન્દ્રભાઈ મીરાણી (પ્રમુખ સિવિલ એન્જીનિયર્સ કન્સલ્ટન્ટ એસો.), રૂષીતભાઈ પટેલ (રેરા), કાર્તિકભાઈ પારેખ, મૌલીકભાઈ ત્રીવેદી (આર્કીટેકટ) અને પ્રતિકભાઈ દાધણીયા (આર્કીટેકટ) ઉપસ્થિત રહેશે.

ઉલ્લેખનિય છે કે રાજકોટ પ્રોપર્ટી કન્સલ્ટસ એસોસીએશનમાં હાલ ૭૦ સભ્યો છે. જે સંસ્થા દ્વારા વર્ષ દરમ્યાન ચાર કાર્યક્રમો કરવામાં આવે છે. સંસ્થામાં સભ્યોને જોડાવવા અનુરોધ કરાયો છે.

તસ્વીરમાં સાવન વોરા (ફાઉન્ડેશન પ્રેસીડન્ટ) (મો.૮૧૨૮૯ ૦૦૧૦૦), પારસ વોરા (વાઈસ પ્રેસીડન્ટ), કેતન મહેતા (સેક્રેટરી), નિરજ ખંભાતી (ટ્રેઝરર), તેમજ સભ્યો અર્પિત શાહ, શૈલેષ શાહ, મનસુખ ઝીંઝુવાડીયા, મુંજાલ ચૌહાણ, પ્રકાશ શાહ, જસ્મીન શેઠ, અનિલભાઈ નજરે પડે છે.(તસ્વીરઃ વિક્રમ ડાભી)

(3:40 pm IST)