Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

કૃષ્ણાશ્રય હવેલી દ્વારા હોળી ઉત્સવનું સુંદર આયોજન : લાભ લેવા અનુરોધ

રાજકોટ તા ૧૩ : રોયલપાર્કમાં આવેલ શ્રીકૃષ્ણાશ્રય હવેલી દ્વારા આગામી તા. ૧૭ ના રોજ સાંજે ૬ વાગ્યાથી બાલાજી હોલ પાસે આવેલ ધોળકીયા સ્કુલની પાછળ ફુલખ્ફાગ હોળી ઉત્સવછનું આયોજન કરવામાં આવ્યું છે.

પુષ્ટિ ભકિત સંપ્રદાયમાં હોળીનું અનેરૂ મહત્વ છે, હોળીનો ઉત્સવ વસંત પંચમીથી શરૂ થાય છે, જે સતત ૪૦ દિવસ સુધી મનાવવામાં આવે છે, જેમાં પરંપરા અંતર્ગત હોળીના દિવસોમાં શ્રી ટાકોરજીના સન્મુખ કિર્તનનું ગાન થાય છે, જેમાં ખાસ કરીને ધમાર અને રસીયાનું ગાન કરવામાં આવે છે.

વૃજની આ પરંપરા અનુસાર હોળીની ભાવનાને વૈષ્ણવો ગાયન સ્વરૂપે શ્રી ઠાકોરજી સન્નમુખ વ્યકત કરી ધન્યતા અનુભવતા હોય છે.

વૈષ્ણવ સંપ્રદાયની આ અલોૈકીક પરંપરાને જીવંત રાખવા શ્રછકૃષ્ણાશ્રય હવેલી દ્વારા શ્રી કનૈયાલાલજી મહારાજના આર્શીવાદથી યુવા વૈષ્ણવાચાર્ય શ્રી અભિષેકકુમાર અને શ્રી અક્ષયકુમારના મનોરથ સ્વરૂપે તેમની પાવન ઉપસ્થિતીમાં ભવ્ય ફુલસગ હોળી ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે.

આ હોળી ઉત્સવનો આગામી તા. ૧૭ ના રોજ કુંજ એકાદશીના મંગલદિને બાલાજી હોલ પાસે આવલ ધોળકિયા સ્કુલની પાછળના ગ્રાઉન્ડમાં રાખવામાં આવ્યું છે, જેનો પ્રારંચ સાંજે ૬ વાગ્યે થશે.

હોળી ઉત્સવના આ ભવ્ય અને અલોૈકીક અનોરથમાં ખ્યાતનામ કિર્તનકારો દ્વારા હોળી રસીયાનું સુંદર ગાન રજુ કરવામાં આવશે. આ  કાર્યક્રમનો લાભ લેવા શ્રીકૃષ્ણાશ્રય હવેલીના આચાર્ય શ્રી અધિષેકકુમારજી અને શ્રી અક્ષયકુમારજીએ યાદીમાં જણાવ્યું છે.

(2:14 pm IST)