Gujarati News

Gujarati News

News of Wednesday, 13th March 2019

આચારસંહિતાઃ કલેકટર દ્વારા સીસકારા નાંખી જાય તેવા ભાવો રાજકીય પક્ષોને અપાયાઃ ખુરશીના ૯ રૂ. તો પ્લેટના રપ રૂ.નું ભાડુ

કલેકટર સાથે મીટીંગ બાદ કોંગ્રેસ પક્ષનો ઉગ્ર વિરોધ વંટોળઃલેખીતમાં વર્તમાન ભાવો દર્શાવી નક્કી કરવા માંગણી

રાજકોટ તા. ૧ર :.. યુવા કાર્યકારી પ્રમુખ મહેશ રાજપૂત અને રાજકોટ કલેકટરને જણાવ્યું હતું કે, કોંગ્રેસ દ્વારા ફરીયાદ પાઠવી લોકસભા સામાન્ય ચૂંટણી ર૦૧૯ ખર્ચ ઉપર નિયંત્રણ આદર્શ આચાર સંહિતાના અમલ બાબતે ભાવ નકકી કરવા અંગે રજુઆતો કરી હતી.

ફરીયાદમાં જણાવેલ કે, આજરોજ કલેકટર કચેરી ખાતે લોકસભા સામાન્ય ચૂંટણી ર૦૧૯ ની આદર્શ આચાર સંહિતાના ભાવ નકકી કરવા અંગે મીટીંગ બોલાવવામાં આવેલ હતી. જેમાં અમોએ આપના દ્વારા માર્ગદર્શીકા ભાવ બંધારણની નકલ આપેલ હતી તેમાં જે તે અનુક્રમના ઉંચા ભાવો હોય તેથી તેની અંદર અમો વાંધાઓ દર્શાવીએ છીએ. ભાવોની વિગત દર્શાવતુ પરિશિષ્ટ ર મુજબ ૧ ચો. મી. પ્લાન એરીયાના ભાવ આપના દ્વારા રૂ. ૪પ૦ દર્શાવવામાં આવેલ છે હકિકતમાં અમારા મુજબ તેનો ચો. મી. નો ભાવ રૂ. ૩પ૦ હોવો જોઇએ.

આપના દ્વારા ૧ ખુરશીનો ભાવ રૂ. ૯ દર્શાવવામાં આવેલ છે. હકિકતમાં તેનો બજાર ભાવ રૂ. ૬ છે તેથી તેનો ભાવ રૂ. ૬ રાખવો જોઇએ.

આપના દ્વારા પ૦,૦૦૦ ખુરશીનો ભાવ ૧ ખુરશીના રૂ. ૩૦ નકકી કરવામાં આવેલ છે તેમાં અમારૃં સ્પષ્ટ માનવું છે કે ખુરશી નંગ ૧ થી ૧૦,૦૦૦ સુધીનો એક ખુરશીનો ભાડુ રૂ. ૬ હોવુ જોઇએ અને ૧૦,૦૦૦ ઉપર ગમે તેટલા નંગ હોય તેનો ભાવ રૂ. ર૦ થી ઉપર ન હોવો જોઇએ. આપના દ્વારા વ્હાઇટ ફુલ પ્લેટ એક નંગનું ભાડુ રૂ. રપ, દર્શાવવામાં આવેલ છે હકિકતના તમામ મંડપ સર્વિસની અંદર રૂ. પ, ભાડે મળે છે. તેથી આનુ ભાડુ પણ રૂ. પ રાખવું જોઇએ. દર્શાવેલ રૂ. ૯,૭૩૧ એક ગાળાનો ભાવ દર્શાવેલ છે હકિકતમાં આનુ ભાડુ રૂ. ૩,પ૦૦ હોવું જોઇએ.

(3:24 pm IST)