Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

રાજકોટ ક્રિમીનલ બાર એસો. દ્વારા યોજાયેલ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું રંગેચંગે સમાપન

રાજકોટ તા. ૧૩: રાજકોટ ક્રિમીનલ બાર એશોસીએશન દ્વારા ગત તા. ૧૦/૩/૧૮ તથા તા. ૧૧/૩/૧૮ના ડ્રાઇવઇન સીનેમા ગ્રાઉન્ડ, કાલાવડ રોડ, રાજકોટ ખાતે એડવોકેટ મીત્રો તથા કોર્ટ સ્ટાફ મીત્રો વચ્ચે રમાયેલ ટેનીસ ક્રિકેટ ટુર્નામેન્ટનું ભવ્ય રીતે સંપન્ન થયેલ છે. આ ટુર્નામેન્ટનો એકમાત્ર ઉદેશ વીકલ મીત્રોમાં તથા કોર્ટ સ્ટાફ મીત્રોમાં ભાઇચારો વધે અને મનોરંજન મળી રહે તે જ છે.

આ ટુર્નામેન્ટમાં (ચેમ્પીયન લોયર્સ સ્પોટર્સ ફાઉન્ડેશન) (રનર્સ અપ કોર્ટ સ્ટાફ 'એ'') (મેન ઓફ ધ મેચ ચીરાગ સીતાપરા પ૦ રન અણનમ) (મેન ઓફ ધ સીરીઝ ભાવીન બારૈયા ૮પ રન+૭ વિકેટ) (બેસ્ટ બેસ્ટમેન ચિરાગ સીતાપરા ૧૦૯ રન) (બેસ્ટ બોલર કે. સી. ભટ્ટ ૯ વિકેટ) ને ટ્રોફીઓ એનાયત કરવામાં આવેલ હતી. તદ ઉપરાંત ઇન્ટરનેશનલ કંપની યુ-ટર્ન ઓપ્ટીકલ્સ તથા ગોગલ્સ ચશ્મા આપવામાં આવેલ હતા, સ્વ. શ્રી પ્રશાંતભાઇ લખતરીયાના ખાસ અંગત મીત્ર શ્રી જયેશભાઇ ધોળકીયા દ્વારા ચેમ્પીયન થનાર ટીમના દરેક ખેલાડીઓને રૂ. ૧૦,૦૦,૦૦૦/- ની અકસ્માત વિમા પોલીસી આપવામાં આવેલ હતી. જે બદલ રાજકોટ ક્રિમીનલ બાર એસોસીએશન તેઓનો આભાર માને છે. તેમજ જે લોકોએ આ ટુર્ના.માં અવિરત સેવાઓ આપેલી છે તેવા નિરવકુમાર કે. પંડયા, જે. બી. શાહ, જીતેન્દ્રસિંહ જાડેજા, શૈલેષ વનાળીયા, કેતન ભટ્ટી, અમીત વ્યાસને પણ યુ-ટર્નના ચશ્મા એનાયત કરવામાં આવેલ હતા.

આ ટુર્નામેન્ટના આયોજકો શ્રી તુષારભાઇ બસલાણી, જે. એફ. રાણા, એન. ડી. ચાવડા, હિતેન્દ્રસિંહ જાડેજા, રાજકુમાર હેરમા, હેમાંગ જાની, ગીરીરાજસિંહ જાડેજા, મનિષભાઇ ખખ્ખર, નિરવ પંડયા, જે. બી. શાહ, યોગેશ ઉદાણી, ઇન્દુભા ઝાલા, અશ્વિન ગલોસાઇ, રાજભા ગોહિલ, ધીમંત જોષી, ચીમનભાઇ સાકળીયા, રવિ વાઘેલા, ડી. બી. બગડા, વિગેરેનાઓની નિમણુંક કરવામાં આવેલ હતી. આ ટુર્નામેન્ટનો એકને એક જ માત્ર ઉદેશ એકબીજા પ્રત્યેની મીત્રતાને ગાઢ સ્વરૂપમાં જાળવી રાખવાનો છે.

આ ટુર્નામેન્ટને સફળ બનાવવા માટે કારોબારી સભ્યો એલ. જે. રાઠોડ, શૈલેષભાઇ સુચક, મનિષભાઇ મહેતા, દિપક દતા, કિશન વાગડીયા, મનિષ કોટક વિગેરેએ જહેમત ઉઠાવી હતી.

આ ટુર્નામેન્ટમાં કોમેન્ટેટરશ્રી અમીત વ્યાસ, ધીમંત જોષી, ઇન્દુભા ઝાલા, હર્ષદ બારૈયા, કેતન ભટ્ટી, વિવેક ધનેશા એ સેવાઓ આપેલ હતી.

આ ટુર્નામેન્ટમાં સ્કોરર તરીકે શ્રી નિરવ પંડયા, જીતેન્દ્રસિંહ જાડેજા, શૈલેષ વનાળીયા એ સેવાઓ આપેલ હતી તેમજ ચંપકભાઇનો પણ આભાર માનેલ હતો. ક્રિમીનલ બાર. દ્વારા આગામી સમયમાં પણ ઘણાં કાર્યક્રમો થનાર છે.

(3:50 pm IST)
  • છત્તીસગઢના સુકમા જિલ્લામાં એક મોટો નક્સલવાદી હુમલો થયો છે. આ હુમલામાં, આઠ સીઆરપીએફના જવાનો શહીદ થયા છે. સુકમા જિલ્લાના કાસ્તરામ વિસ્તારમાં આ હુમલો થયો હતો. આ બ્લાસ્ટ્સ, લેન્ડમાઇન દ્વારા કરવામાં આવ્યો છે. આ દરમિયાન, માઓવાદીઓ અને સુરક્ષા કર્મચારીઓ વચ્ચે એન્કાઉન્ટર થયું હતું, જેમાં છ જવાનો ઘાયલ થયા છે, એમાંથી 4 જવાનોની હાલત ગંભીર ગણાવામાં આવી રહી છે. access_time 2:26 pm IST

  • PNBના 12000 કરોડ રૂપિયાથી વધુના ગોટાળા કેસના મુખ્ય આરોપી નીરવ મોદી હોંગકોંગમાંથી પોતાનો વ્યવસાય સમેટવાની ફિરાકમાં છે. તપાસ એજન્સીઓ હોંગકોંગ પહોંચે તે પહેલા નીરવ મોદી હોંગકોંગમાં પોતાનો વ્યવસાય બંધ કરવામાં લાગ્યા છે. નીરવ મોદીની ફાયરસ્ટાર ઈન્ટરનેશનલ પ્રાઈવેટ લમિટેડની હોંગકોંગમાં પણ મોટો બિઝનેસ ધરાવે છે access_time 10:03 am IST

  • ટ્રક-બોલેરો અથડાતા ૪ મોતઃ ૭ ગંભીરઃ રાજસ્થાનથી જાલોદ આવતી ટ્રક સાથે વહેલી સવારે બોલેરો અથડાતા ૪ના મોતઃ ૭ને ઈજાઃ દાહોદ ખસેડયા access_time 11:28 am IST