Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

સ્વચ્છતા અભિયાનનું નાટક બંધ કરોઃ વિપક્ષી નેતા -ડે.કમિશ્નર વચ્ચે ઉગ્ર બોલાચાલી

આજી નદીની ગંદકી સાફ કરાવવા વશરામભાઇ સાગઠિયા દ્વારા અરૂણ મહેશબાબુને રજૂઆત

રાજકોટ તા. ૧૩ :.. શહેરમાં 'વન-ડે વન-વોર્ડ', અંતર્ગત જે સફાઇ અભિયાન ચાલે છે તે નાટક સમાન હોવાનાં આક્ષેપો વિપક્ષી નેતા વશરામભાઇ સાગઠીયાએ કરી અને શહેરની આજી નદીની સફાઇ કરવા બાબતે ડે. કમિશનર અરૂણ મહેશબાબુને રજૂઆત કરતાં બન્ને વચ્ચે ઉગ્ર બોલાચાલી થઇ હતી.

આ અંગે વિપક્ષી નેતા શ્રી સાગઠીયાએ એક નિવેદનમાં જણાવ્યું હતું કે 'આજે સવારે ડે. કમિશ્નર અરૂણ મહેશબાપુને' શહેરમાં સ્વચ્છતા અભિયાનનાં નામે નાટક કરી કરોડો ખર્ચાઇ રહ્યા છે. ત્યારે આજી નદીમાંથી ગાંડીવેલ દુર કરી મચ્છરનો ઉપદ્રવ ઘટાડવા દવા છંટકાવ કરાવો, તેવી રજૂઆત કરાઇ હતી. આ રજૂઆત દરમિયાન, ડે. કમિશ્નર સાથે ઉગ્ર બોલાચાલી થયેલ હતી. અને આ અંગે મ્યુ. કમિશ્નરશ્રીને પણ લેખીતમાં રજૂઆત કરાયાનું શ્રી સાગઠીયાએ નિવેદનનાં અંતે જણાવ્યું છે.

(2:55 pm IST)
  • ટ્રમ્પને હાઈસકારોઃ રશીયા સાથેની સાંઠગાંઠ અંગે પુરાવા ન મળ્યાઃ અમેરિકી પ્રમુખ પદની ચૂંટણીમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશીયા સાથે સાંઠગાંઠના આક્ષેપો અંગે કોઈ જ પુરાવા ન હોવાનું અમેરિકી રીપબ્લિકન હાઉસ પેનલે જાહેર કરેલ છે access_time 11:29 am IST

  • ટ્રક-બોલેરો અથડાતા ૪ મોતઃ ૭ ગંભીરઃ રાજસ્થાનથી જાલોદ આવતી ટ્રક સાથે વહેલી સવારે બોલેરો અથડાતા ૪ના મોતઃ ૭ને ઈજાઃ દાહોદ ખસેડયા access_time 11:28 am IST

  • આજથી 88 વર્ષ પહેલા 12 માર્ચના ઐતિહાસિક દિવસે મહાત્મા ગાંધીએ અમદાવાદના સાબરમતી આશ્રમથી દાંડીકૂચ કરી બ્રિટિશ શાસનના પાયા હચમચાવી નાંખ્યા હતા. જેમાં દાંડી ખાતે ગાંધીજીએ ચપટી મીઠું ઉપાડીને કાયદો તોડીને સત્યાગ્રહ કરતા લોકજુવાળ ભભુકી ઉઠ્યો હતો. આજ દિવસે ગાધીએ સપથ લીધા હતા કે ‘કાગડા-કૂતરાના મોતે મરીશ પણ સ્વરાજ લીધા વિના પાછો નહીં ફરું' access_time 10:02 am IST