Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

ડેરીના સભ્યોની ગાંધીનગર આવ-જા યથાવતઃ ચૂંટણી પૂર્વ જબરા દાવપેચ

સભ્યોને સાચવવામાં ગોવિંદભાઇ નિષ્ફળ પુરવારઃ ફરી ચેરમેન બનવા 'બાંધછોડ' કરવી પડશે

રાજકોટ તા. ૧૩ :.. જિલ્લા દૂધ ઉત્પાદક સહકારી સંઘ (રાજકોટ ડેરી)ના ચેરમેનની ચુંટણી પૂર્વ જબરા રાજકીય દાવપેચ ખેલાઇ રહ્યા છે. સત્તાધારી જૂથે સબ સલામતના દાવા કર્યા છે. છતાં અંદરખાને કંઇક રંઘાઇ રહ્યુ છે. સામે પડેલા અમૂક સભ્યો અગાઉ ગાંધીનગર ગયેલા. બાકીના અમૂક આજે જવાના છે. એક જૂથ કહે છે કે જયેશ રાદડીયાના તેડા મુજબ સભ્યો જઇ રહ્યા છે. બીજુ જૂથ કહે છે કે તેડુ મોકલ્યુ નથી પણ સ્વયંભુ જઇ રહ્યા છે.

 

ડેરીમાં ૧૪ સભ્યો પૈકી બહુમતી સભ્યો સામે પડતા ચેરમેન ગોવિંદભાઇ રાણપરીયા તેમને સાચવવામાં નબળા પુરવાર થયાની છાપ પડી છે. ચેરમેનની ચૂંટણી ટુંક સમયમાં જ ફરી જાહેર થનાર છે. ગોવિંદભાઇએ ફરી ચેરમેન બનવા ઘણી બાંધછોડ કરવી પડશે તે નકકી છે. સરકારી પ્રતિનિધિઓની નિમણુક, ડેરીના વહીવટ માટે સમિતિની રચના વગેરે વાતો સંભળાઇ રહી છે.

(1:11 pm IST)