Gujarati News

Gujarati News

News of Tuesday, 13th March 2018

આ...લે...લે... વોર્ડ નં.૧૧ની ઓફિસનું વિજ કનેકશન કટ્ટ : તંત્રમાં દોડધામ

રાજકોટ,તા.૧૨: શહેરનાં નાનમૌવા વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૧૧ની વોર્ડ ઓફીસનું વીજ કનેકશન પીજીવીસીએલ દ્વારા કાપવામાં આવતા તંત્રમાં દોડધામ મચી જવા પામી છે.કામગીર ઠપ્પ થતા અરજદારોને ધરમના ધક્કા ખાવા પડયા છે.આ અંગે તંત્રના સુત્રો માંથી જાણવા મળતી વિગત મુજબ શહેરનાં નાનમૌવા વિસ્તારમાં આવેલ વોર્ડ નં.૧૧ની વોર્ડ ઓફિસનું લાઇટ બીલ રૂ. ૩૫૦૦ આવ્યુ હતુ પરંતુ કોઇ કારણ સર આજ દીન સુધી  આ બીલ ભરવા ન આવતા વીજ તંત્ર દ્વારા વોર્ડ નં.૧૧ની ઓફીસનું વીજ કનેકશન કટ્ટ કરવામાં આવ્યુ છે. કોર્પોરેશન તંત્રમાં દોડાધામ મચી જવા પામી હતી.નોંધનિય છે કે, તંત્રની બેદરકારીને કારણે વિજ કનેકશન કપાયુ જેનાં કારણે વોર્ડ ઓફીસમાંં મિલ્કત વેરા, વ્યવસાય વેરા, શોપ લાયશન્સ  સહિતની કામગીરી અટકી પડેલ અને 'પાડાનાં વાંકે પખાલીને ડામ' જેવી સ્થીતી સર્જાયેલ કેમકે વિજળીનાં વાંકે કોમ્યુટરો બંધ હોવાથી અરજદારોને ધોમ ધખતાં તાપમાં ધક્કા થયા હતા.જેથી લોક રોષ જોવા મળ્યો હતો.(૨૮.૧)

 

(9:32 am IST)
  • સીરિયામાં સતત હવાઈ હુમલા અંગ અમેરીકાએ બોલાવી તાકિદની બેઠક : અમેરીકી અધિકારીઓએ જણાવ્યું કે, સતત હવાઈ હુમલાના અહેવાલો સાચા સાબીત થશે તો સીરિયા દ્વારા યુદ્ધ વિરામનો ભંગ ગણવામાં આવશે : તેઓએ વધુમાં જણાવ્યું કે, અમે બધા પક્ષોને આગ્રહ કર્યો છે કે તે કોઈ એવી કાર્યવાહિ ન કરે, જેનાથી યુદ્ધ વિરામની સ્થિતી જોખમાય, આ સ્થિતીની સમીક્ષા કરવા અને યુદ્ધ વિરામની સ્થિતી જળવાઈ રહે તે માટે અમે (અમેરીકાએ) જોર્ડનમાં એક તાકિદની બેઠક બોલાવી છે access_time 12:53 pm IST

  • ટ્રમ્પને હાઈસકારોઃ રશીયા સાથેની સાંઠગાંઠ અંગે પુરાવા ન મળ્યાઃ અમેરિકી પ્રમુખ પદની ચૂંટણીમાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ અને રશીયા સાથે સાંઠગાંઠના આક્ષેપો અંગે કોઈ જ પુરાવા ન હોવાનું અમેરિકી રીપબ્લિકન હાઉસ પેનલે જાહેર કરેલ છે access_time 11:29 am IST

  • ભારતના ‘આઈસ મેન' તરીકે ઓળખતા ચેવાંગ નોર્ફેલ દ્વારા 1987માં ભારતનો પ્રથમ ‘આર્ટિફિશિયલ ગ્લેશિયર' (કૃત્રિમ હિમપર્વત) બનાવાયો હતો. તેમણે અત્યાર સુધીમાં 17થી વધુ ‘આર્ટિફિશિયલ ગ્લેશિયર બનાવ્યા છે. તેમની આ ઉપલબ્ધિ માટે તેમને 2015માં દેશના ચોથા સર્વશ્રેષ્ઠ નાગરિક સન્માન પદ્મશ્રીથી નવાજવામાં આવ્યા હતા. આ દ્વારા તેમણે લદાખની પાણીની સમસ્યા ઉકેલી હતી access_time 10:03 am IST