Gujarati News

Gujarati News

News of Wednesday, 13th February 2019

સ્નેહ મિલન કાર્યક્રમમાં શહેર કોંગ્રેસનું તાકાત પ્રદર્શન

નવનિયુકત પ્રમુખને વધાવવા તથા સંગઠનમાં નવા પ્રાણ ફુંકવા યોજાયેલ સ્નેહ મિલનમાં નજરે પડયા એકતાના દર્શન : વર્ષોથી નિષ્ક્રીય અને સક્રિય આગેવાનોની વિશાળ હાજરીથી નવુ જોમઃ જુથવાદને તિલાંજલી આપી ભાજપને ભરી પીવાની કટીબદ્ધતા

રાજકોટ, તા. ૧૩ :. ગઈ સાંજે ૧૫૦ ફુટ રોડ પરના ભાવભૂમિ પાર્ટી પ્લોટ ખાતે કોંગ્રેસના નવા જ ભાવ જોવા મળ્યા. નવનિયુકત શહેર પ્રમુખ અશોક ડાંગરને ફુલડે વધાવવા અને શહેર કોંગ્રેસના સંગઠનમાં નવા પ્રાણ ફુંકવા યોજાયેલ સ્નેહ મિલન કાર્યક્રમમાં અભૂતપૂર્વ ઉપસ્થિતિથી કોંગ્રેસમાં નવુ જોમ ઉમેરાયુ છે. પ્રમુખ અશોક ડાંગરે સૌને સાથે રાખીને જુથવાદ નામના શબ્દને તિલાંજલી આપી ભાજપને ભરી પીવાની કટીબદ્ધતા વ્યકત કરી હતી જેને સૌએ હર્ષથી ચિચીયારીઓથી વધાવી લીધી હતી. વર્ષોથી નિષ્ક્રીય અને સક્રિય આગેવાનોની ઉપસ્થિતિથી સ્નેહ મિલનનો કાર્યક્રમ શકિત પ્રદર્શનમાં પરિવર્તિત થયો હતો.

રાજકોટ શહેર કોંગ્રેસમાં મળેલા અભૂતપૂર્વ સ્નેહ મિલન કાર્યક્રમમાં જેમની વર્ષોથી નિષ્ક્રીયતાની ખોટ જણાતી હતી તેની ભરપાઈ થઈ જતા અને શહેરમાં મોટાભાગના આગેવાનો, નગરસેવકો, કાર્યકરોની ઉપસ્થિત ગઈકાલના સ્નેહ મિલનનું સૌથી મોટુ જમાપાસુ બની ગયું હતું.

ઉપસ્થિત આગેવાનોએ શહેર કોંગ્રેસના સંગઠનને ચેતનવંતુ બનાવી ભાજપના ભ્રષ્ટાચાર, લાગવગશાહી, અધિકારીઓની અક્કળતા, કાયદો વ્યવસ્થા, નારી સુરક્ષા, દારૂ-જુગારની બદી, પી.પી.પી. સહિતના જમીન કૌભાંડો અને સરમુખત્યારશાહી સામે લડી લેવાનો અડીખમ નિર્ધાર વ્યકત કરાયો હતો અને લોકોના પ્રાણ પ્રશ્નો અંગે ખરા અર્થમાં અવાજ ઉઠાવવાની કટીબદ્ધતા વ્યકત કરાઈ હતી.

સ્નેહ મિલન કાર્યક્રમમાં અશોક ડાંગરને ફુલડે વધાવાયા હતા અને આગામી દિવસોમાં ભાજપ સામે લડવામાં સૌએ તન-મનથી સહકારની ખાત્રી આપી હતી.

અશોક ડાંગરે જણાવ્યુ હતુ કે, શહેરમાં કાયદો વ્યવસ્થા ખાડે ગઈ છે. પ્રજાને કનડતા પ્રશ્નોએ મજબુત લડાઈ સાથે મળીને આપીશું. સૌને સાથે રાખીને શહેર કોંગ્રેસમાંથી જુથવાદ નામના શબ્દને સમૂળગો હાંકી કાઢીશું. તૂર્તમાં શહેર કોંગ્રેસ સમિતિમાં તમામ સમાજને સમતોલ રીતે પ્રતિનિધિત્વ આપીને સંગઠનને નવી ઉંચાઈએ લઈ જઈને પ્રજાના સાચા અર્થમાં હમદર્દ થવા માટે તમામ પ્રયાસો કરી છુટીશું.

સ્નેહ મિલનમાં વિશાળ હાજરી અને જોવા મળેલી અનેરી એકતાથી કાર્યકરોમાં એક નવી જ આશાનો સંચાર સ્પષ્ટ જોવા મળતો હતો.

શહેર કોંગ્રેસ પ્રમુખ અશોક ડાંગર, મહેશ રાજપૂત, ગુજરાત પ્રદેશ મહિલા કોંગ્રેસ પ્રમુખ ગાયત્રીબા વાઘેલા, પ્રદેશ મહામંત્રી જસવંતસિંહ ભટ્ટી ઉપરાંત કોંગ્રેસના સીનીયર અગ્રણી માજી શ્રમમંત્રી મનસુખભાઈ જોશી, જયંતીભાઈ કાલરીયા, પિયુષભાઈ મહેતા, જીતુભાઈ ભટ્ટ, બાબુભાઈ ડાભી, લાધાભાઈ પટેલ, શામજીભાઈ તલસાણી, કે.જી. શિયાણી, તખુભા રાઠોડ, નાથાભાઈ કિયાડા, બાબુભાઈ માવાણી, બાબુભાઈ માકડીયા, અશોકભાઈ મેર, અશ્વિનભાઈ કામદાર, દિનેશભાઈ ડાંગર, આમદ જીંદાણી, યુ.જી. સાણજા, મોહનભાઈ સોજીત્રા, નિવૃત જીઈબી અધિકારી પીપળીયા, ગોવિંદભાઈ સભાયાની ખાસ ઉપસ્થિતિ જોવા મળી હતી.

પ્રદેશ આગેવાનો ચંદ્રેશભાઈ રવાણી, ડો. હેમાંગભાઈ વસાવડા, જશવંતસિંહ ભટ્ટી, મહેશભાઈ રાજપૂત, હિતેશભાઈ વોરા, અર્જુનભાઈ ખાટરીયા, દિનેશભાઈ ચોવટિયા, નીદિતભાઈ બારોટ, ડી.પી.મકવાણા, દેવેન્દ્રભાઈ ધામી, સુરેશભાઈ બથવાર, મુકેશભાઈ ચાવડા, ડો. રાજદીપસિંહ જાડેજા, ડો.ધરમભાઇ કામલીયા, મનોજભાઈ રાઠોડ, વશરામભાઈ સાગઠીયા, મિતુલભાઈ દોંગા, ગોપાલભાઈ અનડકટ, રજતભાઈ સંઘવી, રહીમભાઈ સોરા, પૂર્વ કોર્પોરેટરો સતુભા જાડેજા, પુરબાઈબેન વિસરીયા, રાજુભાઈ ચાવડીયા, નાથાભાઈ ચંદારાણા, મુળુભાઇ આહીર, શ્યામભાઈ મકવાણા, પૂર્વ શિક્ષણ સમિતિ સભ્યશૈલેશભાઈ ગણાત્રા, વાલજીભાઈ બથવાર, મહિલા કોંગ્રેસ ગાયત્રીબા વાઘેલા, મનીષાબા વાળા, ભાવનાબેન રાજયગુરુ, ઉર્વશીબેન પટેલ, ચંદ્રિકાબેન વરાનીયા, ભારતીબેન ચુડાસમા, કંચનબેન વાળા, અલ્કાબા ઝાલા, દિપ્તીબેન સોલંકી, દુરૈયાબેન મુસાણી, ગીતાબેન દીપકભાઈ પુરબીયા, અતુલભાઈ રાજાણી, સીમીબેન અનીલભાઈ જાદવ, રેખાબેન ઠાકરશીભાઈ ગજેરા, મનસુખભાઈ જાદવભાઈ કાલરીયા, માલવી વસંતબેન મથુરભાઈ, પારૂલબેન વાસુરભાઈ ડેર, જાડેજા ઘનશ્યામસિંહ અનિરૂઘ્ધસિંહ, પરેશભાઈ પરસોતમભાઈ હરસોંડા, ઉર્વશીબેન સંજયભાઈ પટેલ, જાડેજા ઉર્વશીબા કનકસિંહ, વિજયભાઈ બાબુભાઈ વાંક, સંજયભાઈ ધીરજલાલ અજુડીયા, જાગૃતિબેન પ્રભાતભાઈ ડાંગર, રવજીભાઈ ચનાભાઈ ખીમસુરીયા, હેરભા માસુબેન રામભાઈ, સોરાણી ભાનુબેન પ્રવિણભાઈ દાઉદાણી મકબુલભાઈ હબીબભાઈ, રસીલાબેન સુરેશભાઈ ગરૈયા, સ્નેહાબેન બીપીનભાઈ દવે, વલ્લભભાઈ પરસાણા, હારૂનભાઈ ડાકોરા, ગાયત્રીબેન રસિકભાઈ ભટૃ, ટાંક જયાબેન જયંતિલાલ, ઘનશ્યામસિંહ નટુભા જાડેજા, મીનાબેન વલ્લભભાઈ જાદવ, ધર્મીષ્ઠાબા મયુરસિંહ જાડેજા, મારૂ નિર્મળભાઈ રાવતભાઈ, જયંતિભાઈ ગાંડુભાઈ બુટાણી,      વોર્ડ પ્રમુખો રમેશભાઈ જુન્જા, કૃષ્ણદત્ત્। રાવલ, ગૌરવભાઈ પુજારા, કલ્પેશભાઈ પીપળીયા,કિશોરભાઈ દુબરિયા, રાજેશભાઈ કાપડિયા, કેતનભાઈ જરીયા, નયન ભોરણીયા, મેહુલભાઈ જેઠવા, જગદીશભાઈ ડોડીયા,કેતનભાઈ તાળા,જગદીશભાઈ સખીયા , માણસુરભાઈ વાળા, વાસુરભાઈ ભંભાંણી, નારણભાઈ હીરપરા, નીમેશભાઈ ભંડેરી, દીપકભાઈ ઘવા, ફ્રન્ટલ સેલ ચેરમેનો ભાવેશભાઈ ખાચરિયા, મનીષાબા વાળા, જયપાલસિંહ રાઠોડ, જયકિશનસિંહ ઝાલા, યુનુસભાઈ જુણેજા, રાજેશભાઈ આમરણીયા, નરેશભાઈ સાગઠીયા, જીગ્નેશભાઈ વાગડિયા, જીગ્નેશભાઇ સભાળ, આશિષસિંહ વાઢેર, જયંતીભાઈ ગાંગાણી, નિશાંતભાઈ પોરિયા,સંકેતભાઈ રાઠોડ વગેરે આગેવાનો કાર્યકરો બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા તેવી કોંગ્રેસ કાર્યાલય મંત્રી વિરલ ભટ્ટની યાદી જણાવે છે.(૨-૨૪)

(4:00 pm IST)